Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

જુનાગઢના ગોલાધર ગામે નેસડા તળાવ કાપ રહિત થતા વરસાદી નીરનો થશે સંગ્રહ

જૂનાગઢ, તા.૨પઃ ચોમાસાની ઋતુના વરસાદી નીરને ઝીલીને ગામનાં નેસડા તળાવમાં સંગ્રહીત કરવા ગોલાધર ગામનાં અગ્રણીશ્રી ભીમાભાઇ ડાયાભાઇ મકવાણાએ અભિયાન હાથમાં લીધુ આ કામમાં ગામનાં સરપંચ સુશ્રી મુકતાબેન અને પંચાયતની ટીમ સહયોગી બની અને ગામનું તળાવ ગામનાં હીત માટે સૈાએ સાથે મળી કરી કર્યુ  સહિયારૂ ગ્રામોપયોગી કાર્ય,  આ સાથે ગોલાધર ગામે એક મોટુ તળાવ પણ છે જેમાં ગામનાં શ્રમિકો દ્વારા શ્રમસધાન કરી મનરેગાનાં સહયોગ દ્વારા ૧૭૦ જેટલા શ્રમિકોએ તળાવને ઉંડુ ઉતારી ગામની જળસમશ્યાને ગામવટો આપવાની જાણે કે એક ઝુંબેશ હાથ ધરી આ કામમાં જોડાયેલા મનીષાબેન મકવાણા, છગનભાઇ મકવાણા, મુકતાબેન રાઠોડ અને નિલમબેન રાઠોડે વાત કરતા જણાવ્યુ હતુ કે ઉનાળાનાં દિવસો અમારા શ્રમિકો માટે કામવિહોણા હોય અને અમે રોજગારી ઈચ્છતા હોઈએ છીએ ત્યારે રાજયની સરકારે મનરેગા દ્વારા અમારા ગામનું તળાવ ઊંડુ ઊતારવા મનરેગા અંતર્ગત કામ શરૂ થયુ ત્યારથી અમે આ કાર્યમાં જોડાયા છીએ, અમને રોજગારી મળી રહી છે સાથે ગામની જળજરૂરતને પહોંચવા જળસંચયની કામગીરીમાં અમારી સહભાગીતા વ્યકત થઇ છે, જેની અમોને ખુશી છે. આખરે કામ અમારૂ ગામ અમારૂ અને રોજગારી પણ અમોને આ તો થઇ વાત માં મોસાળે પીરસનાર...... રાજય સરકારની સુજલામ સુફલામ જળસંચય અભિયાન કામગીરી ખરેખર સરાહનીય છે.

(11:49 am IST)