Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

પવિત્ર પુરૂષોત્તમ માસ નિમિતે

જુનાગઢમાં યુવાનો દ્વારા રકતદાન કેમ્પમાં ૧૫૦૦૦ સીસી રકત મેળવ્યું

જુનાગઢ તા.રપઃ ભવનાથ જિલ્લા પંચાયત સામેના ગ્રાઉન્ડમાં શ્રી પુરૂષોત્તમ યુવા ગૃપ-જુનાગઢ દ્વારા જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ ભાઇઓ-બહેનો તથા બાળ દર્દીઓ માટે આ પવિત્ર માસમાં રકતદાન શિબીરનું આયોજન કરવામાં આવેલ.

આ રકતદાન કેમ્પમાં આશરે ૧પ,૦૦૦ શીશી રકત એકત્રીત કરવામાં આવેલ. રકત એકત્ર કરવાની કામગીરી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લેબોરેટરી દ્વારા કરવામાં આવેલ.  આ કેમ્પમાં જુનાગઢના પુર્વ ધારાસભ્ય તથા સર્વોદય બ્લડ બેંક દવા ફંડ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઇ મશરૂ પણ સમગ્ર કેમ્પ દરમ્યાન ઉપસ્થિત રહીને રકતદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ કેમ્પના આયોજનમાં શ્રી મહેન્દ્રભાઇ મશરૂનું માર્ગદર્શન મળેલ હતું.

આ કેમ્પમાં સર્વોદય બ્લડ બેંકના કાર્યકર્તાઓ કિશોરભાઇ ધનેશા, અમૃતભાઇ દેસાઇ, અનિલભાઇ વ્યાસ, બકુલભાઇ મકવાણા, પિન્ટુભાઇ ખરખર, ખમીર મજમુદાર, જયોતિબેન વાડોલીયા, કોર્પોરેટર ચંદ્રીકાબેન રાખસીયા, યોગીભાઇ પઢીયાર, કિશોરભાઇ ચોટલીયા, શકુંતલાબેન પ્રજાપતિ, નિતીનભાઇ માલવીયા, રવજીભાઇ, આશિષભાઇ કોટક સહીતનાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(11:48 am IST)