Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

માંગરોળનાં ભાટ ગામની સગીરાને કોથળામાં પુરી બાદમાં ફેંકી દઇ અજાણ્યો શખ્સ ફરાર

કાળા કપડા પહેરેલ શખ્સ સામે પોલીસ ફરીયાદ

 જૂનાગઢ તા. રપ :.. માંગરોળનાં ભાટ ગામની સગીરાને એક અજાણ્યો શખ્સ હાથ-પગ બાંધી કોથળામાં પુરી બાદમાં ફેંકી દઇ નાસી જતા સનસની મચી ગઇ હતી.

આ રહસ્યમયી બનાવની વિગતો એવી છે કે,  માંગરોળ તાલુકાનાં ભાટ ગામમાં રહેતા એક પરિવારની ૧૩ વર્ષની સગીર વયની પુત્રી ગત તા. રર નાં રોજ સવારે પોતાના મકાનનાં ઢાળીયાની ડેલી બંધ કરવા ગઇ હતી.

ત્યારે કાળા કપડા પહેરેલ એક અજાણ્યો શખ્સ સગીરાને વાળ પકડીને ખેંચી ગયો હતો બાદમાં તરૂણીને ઝેરી દવા પીવડાવી મુંગો દઇ અને હાથ-પગ બાંધી દીધા હતાં.

આ પછી સગીરાને કોથળામાં પુરી દઇ અને તેને ફેંકી દીધી હતાં.

આ બનાવ બાદ અજાણ્યો શખ્સ નાસી ગયો હતો. આ અંગે ભોગ  બનનાર સગીરાના પિતાએ આજે વહેલી  ફરીયાદ કરતાં માંગરોળ પોલીસે તપાસ હાથ ધરી છે. (પ-૧૯)

(11:11 am IST)