Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

પવનના સૂસવાટા સાથે ગરમીમાં સામાન્ય ઘટાડો

મહત્તમ તાપમાનનો પારો ૧ થી ૨ ડિગ્રી નીચે ઉતર્યોઃ જો કે બ ફારો યથાવત

રાજકોટ, તા. ૨૫ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોમધખતા તાપમાં સામાન્ય ઘટાડો થયો છે. જો કે બફારો યથાવત રહેતા લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે.

ગઈકાલે મહત્તમ તાપમાનનો પારો ૧ થી ૨ ડિગ્રી નીચે ઉતર્યો હતો તેમ છતા બપોરના સમયે ધોમધખતા તાપનો અહેસાસ થઈ રહ્યો છે.

આવા વાતાવરણ વચ્ચે સવારે પવનના સૂસવાટા ફુંકાઈ રહ્યા છે અને ધૂપછાંવનો માહોલ છવાયેલો રહ્યો છે.

જામનગર

જામનગરઃ શહેરનું તાપમાન ૩૮ મહત્તમ, ૨૭ લઘુતમ, ૮૧ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૧૪.૪૬ કિ.મી. પ્રતિકલાક પવનની ઝડપ રહી હતી.

શહેર

મહત્તમ તાપમાન

કંડલા એરપોર્ટ

૪૩.૮ ડીગ્રી

ઈડર

૪૩.૬   ''

ડીસા

૪૩.૪   ''

સુરેન્દ્રનગર

૪૩.૩   ''

ગાંધીનગર

૪૩.૦   ''

અમદાવાદ

૪૩.૦   ''

રાજકોટ

૪૨.૯   ''

અમરેલી

૪૨.૭   ''

વલ્લભ વિદ્યાનગર

૪૨.૫   ''

ભુજ

૪૨.૦   ''

વડોદરા

૪૧.૮   ''

ભાવનગર

૩૯.૪   ''

તાપમાન રહ્યુ હતું.

 

(11:10 am IST)