Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

ધામળેજમાં ઝીંગા ઉછેર કેન્દ્રથી ખેડૂતો ત્રાહિમામ : ઉકેલ નહિ આવતા રવિવારે સામુહિક આત્મવિલોપનની ચીમકી

જમીન ખારી થવાની સાથે જંગલ વિસ્તારને પણ નુકશાન :વારંવાર રજૂઆત બાદ કલેક્ટરને આવેદન પાઠવ્યું

ધામળેજ ગામના લોકો છેલ્લા ઘણા સમયથી ગામમાં ઝિંગા ઉછેર કેન્દ્ર સામે વિરોધ-પ્રદર્શન કરી રહ્યાં છે.ખેડૂતો કહે છે કે, દરિયા કાંઠે આવેલા તેમના ગામમાં ઝિંગા ઉછેર કેન્દ્રથી તેમની જમીન ખારી થઇ જશે તેમજ  આસપાસનાં જંગલ વિસ્તારને પણ મોટું નુકશાન થશે કેમ કે ઝિંગા ઉછેર કેંન્દ્ર માટે ખારું પાણી નાંખવામાં આવે છે.આ પાણી ફળદ્રુપ જમીનમાં ઉતરે છે અને સારી જમીનને પણ નકામી બનાવે છે.

   ખેડૂતોએ ગીર-સોમનાથ જિલ્લા કલેક્ટરને એક પત્ર લખીને જાણ કરી છે કે, ખેડૂતોએ વારંવાર આ પ્રશ્ન વિશે રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ ન આવતા આખરે ખેડૂતો રવિવારે સામુહિક આત્મવિલોપન કરશે.

(8:54 pm IST)