Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

સુરેન્દ્રનગરનાં કંથારિયામાં પુત્રના હાથે માતાની હત્યા

(ફઝલ ચૌહાણા દ્વારા) વઢવાણ તા.રપ : સુરેન્દ્રનગર જીલ્લાના કંથારિયામાં પુત્રએ સગી માતાની હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા તાલુકાના કંથારિયા ગામમાં રહેતા મઘાબેન જશરાજભાઇ ચાવડા (ઉ.પપ) નો મૃતદે તેમના ઘરમાથી મળી આવ્યો હતો.

જેથી પોલીસ ટીમ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સગા પુત્રએ જ રાત્રીના વૃદ્ધ માતા જયારે સુતા હતા ત્યારે કોઇ કારણસર પુત્રએ જ તિક્ષણ હથિયારના ઘા ઝીંકીને પોતાની માતાને મોતને ઘાટ ઉતરી દીધી હતી.

આ બનવા અંગે ચુડા પોલીસે માતાની હત્યા કરનાર પુત્રની સામે ગુન્હો નોંધીને તેની શોધખોળ આદરી છ.ે

(3:51 pm IST)