Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

જામનગરમાં ઘરની બહાર જ પાણીના ટાંકામાં પડી જતા મોત

જામનગર, તા.૨પઃ  અહીં દિ.પ્લોટ માં રહેતા કૈલાશભાઈ કુમુદરાઈ આચાર્ય એ પોલીસમાં જાહેર કરેલ છે કે, નૈસદભાઈ કુમુદરાઈ આચાર્ય, ઉ.વ.૬પ, રે. દિ.પ્લોટ, સુરેશભાઈ વકીલની બાજુમાં, જામનગરવાળા પોતાના ઘરની બહાર આવેલા પાણીના ટાકા માં અકસ્માતે પડી જતા મુઢ ઈજાઓ માથામા થતા જી.જી.હોસ્પિટલ ખાતે મરણ ગયેલ જાહેર કરેલ છે.

 

નાના વાગુદળ ગામે સગીરનું અપહરણ

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ભરતભાઈ રૂપાભાઈ અઘેરા એ ફરીયાદ નોંધાવી છે કે, નાના –વાગુદળ ગામની સીમ વિસ્તારમાં આ કામના ફરીયાદીની સગીર વયની દિકરીને આરોપી દિનેશ આદીવાસી નામનો ઈસમ અપહરણ કરી લઈ જઈ ગુનો કરેલ છે.

સિકકામાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

સિકકા પોલીસ સ્ટેશનમાં કોન્સ. રવિરાજ મેરૂભાઈ ખાચર એ ફરીયાદ નોંધાવી છે કે, ગોકુલ પરી સોસાયટી, ગાયત્રી માંના મંદિર સામે ચોકમાં સિકકામાં આરોપી અબ્બાસ આમદભાઈ ભાયા, ભાવેશ જયંતીભાઈ પંડયા, નરેન્દ્રભાઈ ચનાભાઈ પરમાર, કારાભાઈ માણસીભાઈ ભાતાણી, હિતેષ નાનજીભાઈ રાઠોડ, રે. સિકકાવાળા જાહેરમાં જુગાર રમી રમાડી રોકડા રૂપિયા ૩ર,૬૧૦/– તથા મોબાઈલ નંગ–પ, કિંમત રૂ.૪,૦૦૦/–  મળી કુલ રૂ. ૩૬,૬૧૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ક્રિકેટ મેચનો જુગાર રમતો ઝડપાયો

અહીં સીટી 'એ' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. યોગેન્દ્રસિંહ નિરૂભા સોઢા એ ફરીયાદ નોંધાવી છે કે, ચાંદી બજાર, રાજ ફાલુદા વાળી ગલીમાં આરોપી સંદીપ સુધીરભાઈ શાહ એ હાલમાં ભારતમાં રમાતી આઈ.પી.એલ. ર૦૧૯ ની ર૦–ર૦ ક્રિકેટ મેચની ટુનામેન્ટ જેમાં કિગ્સ ઈલેવન પંજાબ તથા રોયલ ચેલેન્જ બેંગ્લોર ની ર૦–ર૦ ઓવરની બેંગ્લોર ખાતે રમાતી મેચ ઉપર ઈન્ટનેટ દ્રારા મોબાઈલ ઉપર પ્રસારણ જોઈ નીહાળી ગ્રાહકો સાથે વાતચીત કરી સેસન તથા ભાવનો રન ફેર ઉપર મોબાઈલ ફોન દ્વારા મેચની હાર–જીત ના આકડા લખી જુગાર રમી રમાડી  આરોપી સંદીપ સુધીરભાઈ શાહ રોકડ રકમ રૂ.૧રપ૭૦/– તથા મોબાઈલ ફોન તથા એકટીવા મોટરસાયકલ ના કુલ મુદામાલ કિંમત રૂ.૪૭પ૭૦/– સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આ કામના અન્ય આરોપી રાજુભાઈ ચુડાસમા, જગદીશ ભાનુશાળી, ધર્મેશભાઈ રામોલીયા, અમીત અશોકભાઈ પટેલ, પારસ વાણીયા, તુષાર ચુડાસમાની અટક કરવાની બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(3:48 pm IST)