Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

ભાવનગર સરકારી ઇજનેરી કોલેજમાં મતગણતરીઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત

ભાવનગર તા.૨૫: ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પુર્ણ થયા બાદ તમામ ઇ.વી.એમ તથા વીવીપેટને સ્ટ્રોંગરૂમમાં મુકવામાં આવ્યા છે.

ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કાર્યવાહી પૂર્ણ થયા બાદ તમામ ઇ.વી.એમ તથા વીવીપેટ મશીનને ભાવનગરની સરકારી ઇજનેરો કોલેજ ખાતે તૈયાર કરવામાં આવેલ સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવ્યા છે. સ્ટ્રોંગરૂમને પણ સીલ કરીને સ્ટ્રોંગરૂમ તથા આસપાસના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.આગામી ૨૩મી મેના રોજ મત ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ત્યા સુધી સ્ટ્રોંગરૂમ ખાતે ચોવીસ કલાક પોલીસ બંદોબસ્ત હેઠળ જાળવણી કરવામાં આવશે.

(12:04 pm IST)