Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

વાંકાનેર પંથકનો બુટલેગર ભૂપત મકવાણા પાસાના પીંજરે

મોરબી એલસીબીએ ઝડપી લઇ વડોદરા જેલમાં ધકેલી દિધો

મોરબી તા.૨૫: વાંકાનેરના બુટલેગરને પાસા હેઠળ ડીટેઇન કરી વડોદરા જેલમાં ધકેલી દેવાયો હતો.

મોરબી જીલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ વી બી જાડેજાની ટીમ દ્વારા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા ઇશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી માટે મળેલી સુચના મુજબ પ્રોહીબીશનની પ્રવૃતિ સાથે સંકળાયેલ ભુપત દેવશી મકવાણા રહે નારીયેળી તા.ચોટીલા હાલ રહે તરકીયા તા.વાંકાનેર વાળાને જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના પાસા અટકાયતી હુકમ અન્વયે ડીટેઇન કરી વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલવા તજવીજ હાથ ધરી છે.

(12:02 pm IST)