Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

મતદારોને ધમકાવતા શખ્સોનો વિડીયો રફાળાનો નહિ પણ જૂનાગઢનો હોવાનો ઘટસ્ફોટ

 જૂનાગઢ તા. રપ :.. મતદારોને ધમકાવતા શખ્સોનો વાયરલ થયેલો વિડીયો રફાળા ગામનો નહિ પણ જૂનાગઢનો હોવાનો પોલીસ તપાસમાં ખુલ્યુ છે અને આ બારામાં પોલીસે ત્વરીત બે શખ્સોની ધરપકડ કરી લીધી હતી.

તા. ર૩ નાં રોજ સોશ્યલ મીડીયામાં 'ગાળાગાળો, લોખંડનાં પાઇપ વગેરે સાથે માણાવદર તાલુકાનાં રફાળા ગામે જવાહર ચાવડાનાં માણસો લોકોને મતદાન કરવા નથી દેતાં તેવો એક વિડીયો વાયરલ થયાના અહેવાલ વહેતા થયા હતાં.'

પરંતુ પોલીસ અધિકક્ષ સૌરભ સિંઘનાં જણાવ્યા મુજબ આ વિડીયો જૂનાગઢનાં આંબેડકરનગર વિસ્તારનો તા. ર૩ ની સવારના ૭.૩૦ વાગ્યાની આસપાસનો હોવાનું અને જેની જાણ થતાં તાત્કાલીક પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી.

તેમજ આ બનાવમાં સંડોવાયેલ જૂનાગઢનાં પ્રદિપ ખાડીયાનો, સંજય ઉર્ફે બાદીયો દુલાભાઇ સોલંકી અને કડીયાવાડનો કિશોર ઉર્ફે  કિશલો બાબુભાઇ મુળીયા ખાંટની ધરપકડ કરી બંને સામે ધોરણસરની કાર્યવાહી પોલીસે કરી હતી.

આમ આ વિડીયો જૂનાગઢનો હોવાનો અને પ્રસારિત થયેલ અહેવાલ ખોટો હોવાનું એસ. પી. સૌરભ સિંઘે જણાવ્યું છે.

(11:58 am IST)