Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

મોરબીની હૃદયરોગની શિકાર બનેલી ૧૦ વર્ષની માસૂમ બાળકીને નવજીવન મળ્યુ

મોરબી, તા.૨૫: મોરબી નજીકના મહેંદ નગર ગામમાં રહેતા પરિવારની ૧૦ વર્ષની માસૂમ બાળકીને હૃદયરોગની ગંભીર બીમારી લાગુ પડી હોય અને રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ તબીબોની ટીમે વિનામૂલ્યે બાળકીના હૃદયની સર્જરી કરીને નવજીવન આપ્યું છે

 રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજયમાં ધોરણ ૧૨ સુધી અભ્યાસ કરતા બાળકોના આરોગ્યની ચકાસણીનો કાર્યક્રમ યોજાય છે જે શાળા આરોગ્ય તપાસ દરમિયાન ગંભીર રોગોનો ભોગ બનેલા બાળકોને રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ વિનામૂલ્યે સારવાર મળી રહે છે ત્યારે મોરબીના મહેન્દ્રનગર ગામના હેમરાજભાઈ ગઢવીની ૧૦ વર્ષની દીકરી ધ્રુવી ગઢવીને હૃદયરોગની ગંભીર બીમારી હોવાનું નિદાન થયું હતું જેને પગલે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમના ડો. જીગીશાબેન ભાટિયા, ડો. ધર્મેશ ધેરીયા અને આરોગ્ય કાર્યકર ગુબનાઝબેન સહિતની ટીમ દ્વારા બાળકીના હૃદયનું ઓપરેશન કરવામાં આવ્યું હતું જે ઓપરેશન બાદ માસૂમ બિલકુલ સ્વસ્થ બની છે અને તેને નવજીવન મળ્યું છે તદુપરાંત રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યકમ હેઠળ કામગીરી કરતી ટીમે પણ સરકારની યોજનાનો લાભ લેવા અને ગંભીર બીમારીથી બાળકો પીડાતા હોય તો તાકીદે સંપર્ક કરવા વાલીઓને અપીલ કરી છે.

(11:58 am IST)