Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

મદદગારી કરનારને ૧પ કલાક પોલીસ સ્ટેશનમાં રાખીને જવા દેવાયો !

આટકોટ, તા. રપઃ જસદણના લીલાપુર ગામે પોલીસ કોન્સ. ઉપર છરી વડે હુમલો કરનાર સરપંચને ભગાડવામાં મદદગારી કરનાર બીજા આરોપીને પોલીસે ૧પ કલાક પોલીસ સ્ટેશને રાખ્યા બાદ જવા દેતા અને હવે બોલાવી ત્યારે આવજો કહેતા પોલીસની જ કામગીરી સામે સવાલો ઉઠયા છે.

કોન્સ. ઉપર હુમલાના આરોપી નં. ર, લાલજી ભીખા કાકડીયાએ સરપંચને નસાડી દેવામાં મદદગારી કરી હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ છે અને પોલીસ લાલજીને તો રાત્રે જ પોલીસ સ્ટેશને લઇ આવી હતી બાદમાં ધરપકડ બતાવ્યા વગર બપોરે જવા દેતા પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા છે.

(11:55 am IST)