Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

ગોંડલમાં ફોટો અને વીડીયોગ્રાફી વર્કશોપ :

ગોંડલ : ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એશો. દ્વારા સૌરાષ્ટ્રમાં પ્રથમવાર ફયુજી કંપનીનો વર્કશોપ ગોંડલમાં યોજાયો. જેમાં કંપનીના ટેકનીશ્યન સૌરભભાઇ જોશીએ નવા મીરરલેશ કેમેરા વિષય પર માહિતી આપેલ. ફયુજી કંપની દ્વારા કેમેરાનો ડિસ્પલે પણ રાખેલ તથા એરિયા સેલ્સ મેનેજર જપનભાઇ ચોલેરાએ આધુનીક ટેકનીકનું જ્ઞાન આપેલ. આ વર્કશોપનો ગોંડલ તથા તાલુકાના ફોટોગ્રાફર વીડીયોગ્રાફર ભાઇઓએ બહોળી સંખ્યામાં હાજર રહી લાભ લીધો. આ કાર્યક્રમને સફળ બનાવવા દરેકે જહેમત ઉઠાવેલ. વર્કશોપમાં જોડાયેલ ફોટોગ્રાફરોની તસ્વીર.

(11:42 am IST)