Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

અમરેલીમાં સૌથી વધુ ૪૩.ર ડિગ્રીઃ સૌરાષ્ટ્ર-કચ્છ અગનગોળો

મહતમ તાપમાનમાં એકધારો વધારો થતા કાળઝાળ ગરમી : જનજીવન અસ્તવ્યસ્ત પશુ-પક્ષીઓ પણ હેરાન

રાજકોટ, તા. રપ :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ધોમધખતા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે મહત્તમ તાપમાનનો પારો સતત ઉંચે ચડતા હોવાથી લોકોને આકરા તાપનો અનુભવ થઇ રહ્યો છે.

સોમવારથી સર્વત્ર મહતમ તાપમાનનો  પારો ૪૩ ડિગ્રીને પાર થઇ જાય છે જેના કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસામ થઇ જાય છે અને લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે.

અમરેલીમાં ગઇકાલે સૌથી વધુ ૪૩.ર ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ અને લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે સૌરાષ્ટ્ર-કચ્છ અગનગોળો બની ગયો છે.

ચૈત્રી દનૈયાતપવાની સાથે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગરમી આકરા પાણીએ છે.

ઉતર પશ્ચિમના પવનો ફુંકાતા ગરમીએ જોર પકડયું છે. દરમિયાન ભારે ગરમીના કારણે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જયારે ર૬ એપ્રિલ માટે અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરનું તાપમાન ૪૪ ડીગ્રીએ પહોંચવાની શકયતા છે. ઉતર પશ્ચિમના પવનો ફુકાવાના કારણે શહેરોનો પારો ઉંચો જઇ રહયો છે. રર એપ્રિલથી ગુજરાતમાં આગ દઝાડતી ગરમી પડી રહી છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, સુરેન્દ્રનગર અમરેલીમાં અનેઉતર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા ઉપરાંત વડોદરા અને ગાંધીનગરમાં પણ ગરમ પવનો ફુંકાશે ત્યારે આવનાર દિવસોમાં તાપમાન ૪૩ થી ૪૪ સેલ્શીયસ ડીગ્રી પર પહોંચવાની સંભાવના હવામાન ખાતાએ વ્યકત કરી છે. ખાસ કરીને દરીયા કિનારાના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધશે તેવા એંધાણ વ્યકત કર્યા છે.

અમદાવાદમાં સામાન્ય રીતે ગરમીનો પારો ૪પ ડીગ્રી પહોંચતો હોય છે જેેને રેડ એલર્ટ ગણવામાં આવી છે. જો કે ૪૩ ડીગ્રી પાર તાપમાનનો પારો પહોંચતા જ લોકોને બહાર નિકળવું મુશ્કેલ પડી જાય છે ત્યારે લોકો પણ ગરમીથી બચવા માટે ઠંડા પીણા અને જયુસ ગોલાનો સહારો લઇ રહયા છે. ખાસ કરીને બિલ્ડિંગ કન્સ્ટ્રકશન લાઇનમાંકામ કરતા શ્રમીકોને બપોરના સમયે કામ ન કરવા માટે સુચના આપવામાં આવી છે. આ સાથે જ ગરમીને પગલે પાણી અને અન્ય સુવિધાઓ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહયું છે. 

જામનગર

જામનગર : શહેરનું આજનું હવામાન ૩૭ મહત્તમ રપ લઘુતમ ૮૦ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૧.પ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી. (૯.ર)

કયાં કેટલું તાપમાન

 

રાજકોટ, તા. રપ : ગઇકાલનાં મહત્તમ તાપમાનના આંકડા નીચે મુજબ છે.

શહેર

મહત્તમ તાપમાન

અમદાવાદ

૪૧.૯

ડીસા

૪૦.૮

વડોદરા

૪૦.૬

સુરત

૩૯.૯

રાજકોટ

૪૧.૩

ભાવનગર

૪૦.૦

પોરબંદર

૩૩.૮

વેરાવળ

૩૧.૩

દ્વારકા

૩૦.૪

ઓખા

૩૧.૬

ભુજ

૪૦.પ

નલીયા

૩૪.ર

સુરેન્દ્રનગર

૪ર.૦

ન્યુ કંડલા

૩૬.પ

કંડલા એરપોર્ટ

૩૮.૬

અમરેલી

૪૩.ર

જામનગર

૩૭.૦

ગાંધીનગર

૪૧.૮

મહુવા

૩૮.૪

દિવ

૩૬.૮

વલસાડ

૩૬.૪

વલ્લભ વિદ્યાનગર

૪૦.ર

(11:39 am IST)