Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

કેશોદ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા ૮૦ વર્ષના વૃધ્ધ માતાની ભીની આંખોમાં લાવી ખુશીની લહેર

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ તા. ૨૫ : કેશોદમાં કાર્યરત ૧૮૧ મહિલા હેલ્પલાઈન દ્વારા જાણવા મળી રહ્યો છે કે ગઈકાલે કેશોદ ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં ફોન કરી કોઈ જાગૃત નાગરિકે એ ૮૦ વર્ષના વૃધ્ધ માજી માટે મદદ માંગતા કેશોદ ૧૮૧ના કાઉન્સેલર ડાયબેન માવદીયા, જી આર ડી લાભુબેન ભારથી સહિત ઘટના સ્થળે દોડી ગયા હતા અને સ્થળ પર વૃધ્ધ મહિલાનુ કાઉન્સેલીંગ કરતા જાણવા મળ્યું હતું કે કેશોદ તાલુકાના વિસ્તારમાં રહેતા એક ૮૦ વર્ષના વૃધ્ધ મહિલા જેમનો પ્રથમ સહારો પતિ હોય છે. પરંતુ જયારે પતિના અવસાન બાદ બીજો સહારો તેમનો પુત્ર અને પુત્રવધૂ હોય છે. તેથી પતિના અવસાન બાદ મહિલા પુત્રની સાથે રહેતા હોય પરંતુ એજ પુત્ર અને પુત્રવધૂ વૃધ્ધ માતા સાથે ઝઘડો કરી રોજ માનસિક શારિરીક ત્રાસ ગુજારતા હતા અને આજે તેમના પુત્રવધૂ એ ઝઘડો કરી મારકૂટ કરી હતી અને ઘર બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા તેથી સવારના એ વૃધ્ધ મહિલા બહાર જમ્યા વગર ભટકતા રહ્યા હતા.

તેથી ૧૮૧ ટીમ દ્વારા વૃધ્ધ મહિલાને ઘરે પહોંચાડીને તેમના પુત્ર અને પુત્રવધૂનુ કાઉન્સેલીંગ કર્યુ અને કાયદાકીય માહિતી આપી સમજાવ્યા અને વૃધ્ધ માતાની સંભાળ રાખવીને તેમના પર નાની નાની ભૂલો કાઢી રોજ માનસિક ત્રાસ ના આપવા માટે સમજાવી ૮૦ વર્ષિય વૃધ્ધ માતાને પુત્રનો પ્રેમ લાગણી સહારો મળતા વૃધ્ધ માતાના ચહેરા પર ખુશીની લહેર છવાઈ હતી.

(10:33 am IST)