Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

પોલીસ પ્રજાની મિત્ર

મોરબીમાં બીમાર મહિલાને પોલીસે હોસ્પિટલે પહોંચાડી

મોરબી,તા.૨૫: જીલ્લા પોલીસવડા ડો કરનરાજ વાઘેલાની સુચનાથી બી ડીવીઝન પીઆઈ પી બી ગઢવીની ટીમ કોરોના મહાવારી અન્વયે લોકડાઉનના બંદોબસ્તમાં હાજર હોય દરમિયાન મોબાઈલ વાન ૨ સાથે પીએસઆઈ એન એ શુકલનો સ્ટાફ સો ઓરડીમાં પેટ્રોલિંગમાં હોય ત્યારે રોડ પર એક બહેન તેના પુત્ર સાથે મળી આવ્યા હતા જે મહિલાને કીડનીની બીમારી હોય અને ડાયાલીસીસ માટે આયુષ હોસ્પિટલ જવું હતું જોકે કોઈ વાહન મળતું ના હોવાથી પરેશાન હતા. ત્યારે પોલીસે જીપમાં બેસાડીને હોસ્પિટલે પહોંચાડી હતી.

બી ડીવીઝન પીએસઆઈ એન એ શુકલએ ઉપરી અધિકારીને પરિસ્થિતિ અંગે વાકેફ કરીને મહિલાને મોબાઈલ વાનમાં જ તાકીદે આયુષ હોસ્પિટલ પહોંચાડી હતી અને માનવતાની મહેક પ્રસરાવી હતી ત્યારે મહિલાએ પોલીસનો આભાર માન્યો હતો.

(11:55 am IST)