Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

ભાવનગરમાં ત્રણેય કેસ નેગેટીવઃ ભાવનગર, અમરેલી, બોટાદ જીલ્લામાં ૬૭ વ્યકિત વિરૂધ્ધ ગુનો

ભાવનગર તા. રપ :.. ભાવનગરમાં કોરોના વાયરસ સામે વહીવટી તંત્ર દ્વારા, તેમાંય તે આરોગ્ય વિભાગ દ્વારા જે પગલા લેવાઇ રહયા છે તે અંગર્તત આરોગ્ય અધિકારી ડો. આર. કે. સિંહાએ જણાવ્યું હતું કે છેલ્લા ર૪ કલાકમાં ત્રણ કેસ આવેલ જે ત્રણેય નેગેટીવ આવ્યા છે. એકપણ કેસ પોઝીટીવ અત્યાર સુધી નથી આવ્યો.

હવે અહીં જ માત્ર છ કલાકમાં રીપોર્ટ મળે છે લોકની જાણકારી અને અવેરનેસ માટે દોઢ લાખ જેટલી પત્રીકાઓ તૈયાર કરી લગાડવામાં આવેલ છે. બેનરો, સ્ટીકટરો વિવિધ વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવેલ છે.

વર્તમાન સંજોગોમાં સમગ્ર વિશ્વમાં કોરાના વાઈરસની વેશ્વિક મહામારીને અંકુશમાં રાખવા સાવચેતીના પગલારૂપે ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર IPS  દ્વારા ભાવનગર રેન્જ હેઠળના ભાવનગર, અમરેલી તથા બોટાદ જિલ્લાના તમામ ગામોની ગ્રામ પંચાયત તથા સરપંચશ્રીઓને જાહેર જનતાના વિશાળ હિતને ધ્યાનમાં રાખીને નમ્ર અપીલ કરવામાં આવે છે.

સરપંચશ્રીની ફરજ ગામમાં રહેતા લોકોને કોરોના વાયરસના લક્ષણો જણાય આવે અથવા તો શંકા જાય તો સરકારશ્રીએ જાહેર કરેલા આપાતકાલીન ઈમરજન્સી નંબર ૧૦૪ પર ઉપર તાત્કાલિક સંપર્ક કરવો અને તાત્કાલિક નજીકના CHC/PHC સામુહિક/પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેઓનું ચેકઅપ કરાવી રિપોર્ટ કરાવવા તાકીદ કરવામાં આવે અને  અન્યત્ર જિલ્લા/રાજય/દેશમાં ધંધાકીય/નોકરી/વ્યવસાય/અભ્યાસ અર્થે બહાર વસતા પરિવારજનો  ગામમાં પરત આવેલ હોય અથવા પરત ફરવાની પેરવીમાં હોય તેવા તમામનું સરકારી હોસ્પીટલમાં મેડીકલ ચેકઅપ કરાવી સ્વાસ્થય અંગેના પ્રમાણપત્રો એકત્રિત કરી તાલુકા વિકાસ અધિકારીશ્રી/જિલ્લા વિકાસ અધિકારીશ્રીની કચેરીએ મોકલી આપવા  તેમજ  ગામમાંથી છેલ્લા

ત્રણ માસમાં ચીન, ઇટાલી, અમેરીકા, સાઉદી અરેબીયા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇરાન, સ્પેન, હોંગકોગ, ઇઝરાઇલ વગેરે જેવા કોરોના વાઇરસથી અસરગ્રસ્ત દેશોની મુલાકાત લઇ આવેલ લોકોની યાદી તૈયાર કરી તેઓની યાદી તાત્કાલીક આરોગ્ય વિભાગ તથા નજીકના પોલીસ સ્ટેશનોમાં આપવી તેમજ ભાવનગર જિલ્લાના કંટ્રોલ રૂમ ૦૨૭૮-૨૫૨૦૨૫૦/૩૫૦, અમરેલી જીલ્લાના કંટ્રોલ રૂમ નં.૦૨૭૯૨-૨૨૩૪૯૮ તથા બોટાદ જિલ્લાના પોલીસ કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૯-૨૩૧૪૦૧ પર ફોનથી જાણ કરવી.

ગ્રામજનોની ફરજો

જે કોઇપણ વ્યકિત ગામમાં રહેતા હોય અથવા બહારના જીલ્લા/રાજય/શહેર ખાતેથી ગામમાં પ્રવેશ કરતા હોય તેવા વ્યકિતઓને તાવ આવવો, માથાનો દુખાવો, કફ વહેતુ નાક, ગળામાં દુખાવો, શરીરમાં ધ્રુજારી તથા શ્વાસ લેવામાં તકલીફ વિગેરે લક્ષણો જણાઇ આવે તેવી વ્યકિતઓએ તાત્કાલીક સરકારી દવાખાનામાં પોતાની જાતે મેડીકલ તપાસણી કરાવવી દરમ્યાન કોરોના વાઇરસ શંકાસ્પદ વ્યકિતઓએ વિના વિલંબે કોરોના વાઇરસ હેલ્પનાઇન નંબર ૯૧૬૩૫૭૦૬૦૫૭૧ પર જાણ કરવા વિનંતી છે તથા સંક્રમિત વ્યકિતઓએ તેમનાથી બીજી કોઇ વ્યકિતઓને તથા તેઓના કુટુંબીજનોને કોરોના વાઇરસનો ચેપ ન લાગે તે માટે ડોકટરશ્રીઓએ આપેલ સૂચનાઓનું સંપૂર્ણપણે પાલન કરવા અપીલ છે તેમજ ગામડાઓમાં કોઇપણ પ્રકારના મેળાવડાઓ/સમારંભો ન યોજવા તથા સરકારશ્રી તથા જીલ્લા મેજીસ્ટ્રટશ્રીઓએ બહાર પાડેલ જાહેરનામાંઓનું ચુસ્તપણે પાલન કરવું

જાહેરનામાનો ભંગ

જાહેરનામાંના ભંગ બદલ ભાવનગર રેન્જ પોલીસ દ્વારા ભાવનગર જિલ્લામાં ૨૩, અમરેલી જિલ્લામાં ૭ તથા બોટાદ જિલ્લામાં ૩૭ એમ કુલ ૬૭ વ્યકિતઓ વિરૂધ્ધ ગુન્હાઓ દાખલ કરવામાં આવેલ છે તેમજ બહારના જિલ્લામાંથી ભાવનગર રેન્જમાં આવતા લોકોને ચેક કરવા ભાવનગર જિલ્લામાં - ૦૬, (ચેકપોસ્ટ પર બંદોબસ્તમાં પોલીસ - ૩૩, હોમગાર્ડ - ૩૭ તથા TRB - ૧૮) અમરેલી જિલ્લામાં - ૨૦ (ચેકપોસ્ટ પર બંદોબસ્તમાં પોલીસ - ૧૯૯, હોમગાર્ડ - ૧૯ તથા TRB/GRD - ૬૯) તથા બોટાદ જિલ્લામાં - ૦૯ (ચેકપોસ્ટ પર બંદોબસ્તમાં પોલીસ - ૭૯, હોમગાર્ડ - ૦૬ તથા GRD - ૧૨) એમ મળી કુલ - ૩૫ ચેકપોસ્ટો કાર્યરત કરવામાં આવેલ છે જેમાં પોલીસ - ૩૧૧, હોમગાર્ડ - ૬૨ તથા TRB/GRD - ૯૯ એમ મળી કુલ - ૪૭૨ કર્મચારીઓ બંદોબસ્તમાં ફાળવવામાં આવેલ છે તથા ભાવનગર રેન્જના ત્રણેય જિલ્લાઓમાં DYSP - ૧૦, PI - ૪૦, PSI - ૧૪૦, POLICE - ૩૨૦૦, HG – ૨૫૦૦ બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવેલ છે.

જીવન જરૂરીયાતની દરેક વસ્તુ પ્રાપ્ત  થશે

કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાએ જણાવતા કહ્યુ હતુ કે, ભાવનગર જિલ્લો પણ ગુજરાત રાજયના દરેક જિલ્લાની જેમ લોકડાઉનની પરિસ્થિતિમાં છે, લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ જેવી કે, કરીયાણાની દુકાન, શાકભાજીની દુકાન, દુધની દુકાન અને દવાઓના સ્ટોર બધું ચાલુ રહેશે. એમાં લોકોને કોઈપણ જાતની અગવડ ન પડે તે માટે વહીવટી તંત્ર કટિબદ્ઘ છે. આ માટે આવશ્યકતા ઉત્પન્ન થશે તો તંત્ર દ્વારા ૨૪ કલાક આ દુકાનો ચાલુ રાખવાની પરવાનગી પણ આપવામાં આવશે એટલે કોઈપણ રીતે દુકાન પર ભીડ ના કરવી. જે રીતે એ.ટી.એમ.માં ગુપ્તતા જાળવવા માટે ઓછામાં ઓછા એક મીટરના અંતરે એકબીજાથી ઉભા રહીએ છીએ તેમ જ કરિયાણાની દુકાન, દવાની દુકાનની પર પણ જાઓ ત્યારે એક મીટરનું અંતર રાખવા કલેકટરશ્રીએ અનુરોધ કર્યો હતો.

દુકાન પર ભીડ ન કરો

સાથે સાથે લોકોને એ પણ અપીલ કરી હતી કે, જયારે પણ બહાર જાઓ અને જયારે પણ લિફ્ટ કે ગેટ ને અડકો છો તો શકય છે કે તે બીજા લોકો એ પણ અડકયા હોય તેથી વારંવાર હાથ દ્વારા મો, નાક અને કાનને અડકવાનું ટાળો. વળી જિલ્લા કલેકટરશ્રીએ વિનંતી કરી હતી કે, શકય હોય ત્યાં લોકો રોકડા રૂપિયાથી વ્યવહાર કરવાનું ટાળો અને ક્રેડિટ કાર્ડ/ ડેબિટ કાર્ડ, ભીમ એપ કે અન્ય ડિજીટલ પે પ્લેટફોર્મનો ઉપયોગ કરો.

એકઠા ન થવા અનુરોધ

ભાવનગરમાં લોકો શેરીના નાકે આવીને બેસવા માટે ટેવાયેલા છે, રોડની બાજુમાં ચાર પાંચ લોકો એકઠા થઇ બેસતા જોવા મળે છે, જે જોખમી છે અને ઘણા લોકો નાના બાળકોને પણ સાથે લઇને બેઠા જોવા મળેલ છે જે અતિ જોખમી બાબત છે. આ પ્રકારની સામાજીક બેઠકો ટાળી તંત્રને સહકાર આપો. દ્યણા જાહેરપ્લોટ કે સોસાયટીના કોમન પ્લોટમાં પણ લોકો એકઠા થાય છે તેમજ મીટીંગો યોજે છે જે હાલના સમયમાં યોગ્ય નથી. લોકાડાઉનનો અર્થ લોકોએ ઘરમાં જ રહેવું અને બહાર આવીને બીજા કોઈપણ સાથે કોઈ પણ પ્રકારના સ્પર્શ કે શેરિંગથી દૂર રહેવાનું છે. બાળકો અને ૬૦ વર્ષથી ઉપરના નાગરિકોના આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું. શકય હોય ત્યાં સુધી બિલકુલ ગરમ ભોજન જ કરો અને વાહનોમાં પણ બિનજરૂરી શહેરમાં ફરવા નીકળવું નહી. વાલીઓને પણ વિનંતી કરતા કલેકટરશ્રીએ જણાવ્યું છે કે શહેરમાં બિનજરૂરી ફરતા લોકો ૩૦ વર્ષની નીચેના યુવાનો છે ત્યારે વાલીઓ એમને સમજાવે અન્યથા તંત્ર દ્વારા કાયદાનો કડકાઇથી અમલ કરાવવાની ફરજ પડશે.જે લોકો તેમજ તંત્ર માટે પણ યોગ્ય નથી. કારણકે હાલ તંત્ર દ્વારા કોરોનાની બિમારીને ફેલાતી અટકાવવાની કામગીરી પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

અત્યારે જે લોકો હોમ કોરન્ટાઇન છે તેમને પૂરતી સારવાર મળે અને તેઓ અન્ય લોકોના સંપર્કમાં ન આવે તે માટેના ભગીરથ પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે લોકોનો સહયોગ અને સહકાર સૌથી અગત્યનો છે એટલે કૃપા કરી જે કાયદો લાગુ કરવામાં આવેલ છે એ કાયદાનો સંપૂર્ણ રીતે પાલન કરી લોકો એમાં સહયોગ આપે તેમ ઉમેર્યુ હતું.

પોસ્ટ વિભાગના સુપ્રીમ ટેન્ડર વિપુલભાઇ ગુપ્તાએ પોસ્ટ સેવા અંગે જણાવ્યું હતુ કે મેઇન પોસ્ટ ઓફીસ હાઇકોર્ટ રોડ પર આવેલ છે. તે મંગળવારથી કાયમી રહેશે. રેલ્વે,રોડ અને હવાઇ માર્ગ થતુ ટ્રાનસપોર્ટરશન બંધ થતા ટપાલ સેવા બંધ છે. અગત્યનું કામ હોય તે આવે અન્ય કાર્ય/સેવા શરૂ છે.

તળાજા શાકમાર્કેટમાં થતી ભીડ

તળાજા શાક માર્કેટ માં શાક બકાલુ વેંચતા લોકો માટે જગ્યાની મર્યાદાહોવાના કારણે લોક ડાઉન ની અસર જોવા મળતી નથી.દિવસ દરમિયાન ગિરદી જોવા મળી હતી.જેને લઈ મામલતદાર અને ચીફ ઓફિસર બન્ને એ માર્કેટ ની મુલાકત લીધી હતી. જેમાં મહોલ્લા વાઇઝ શાકભાજી ની લારીઓ કે થડો રાખવા સૂચન કરેલ હતું. માર્કેટમાં ભીડ થશે તો વાયરલ ઇન્ફેકશન લાગવાના કારણે તંત્ર એ લાલઆંખ કરવી પડશે તેમ મામલતદાર કનોજીયા એ જણાવ્યું હતું.

બીજી તરફ આજે જીવન આવશ્યક શાક,કરીયાણું, જેવી વસ્તુઓ ને વહન કરતા રીક્ષા કે લોડિંગ વાહન ચાલકો ને આવશ્યક વસ્તુઓ વહન કરતા હોવ છતાંય તળાજા માં પોલીસે સખતી કરી હોય જેના કારણે જીવન આવશ્યક વસ્તુઓ ની તંગી ઉભી થવાના પગલે પ્રાંત.અધિકારી મકવાણા, મામલતદાર અને પો.ઇ ને રજુઆત કરવામાં આવી હતી. ડે. કલેકટર એ સંવેદના સાથે જણાવ્યું હતુંકે આ પ્રકારે પરેશાન કરેતો પોતાને લોકો સિધોજ મોબાઈલ સંપર્ક કરવા જણાવેલ.પો.ઇ ગમારા એ પણ જીવન આવશ્યક માલ વહન કરતા વાહન ચાલકો.ને પરેશાન ન થાય તેમાટે સૂચના આપી છે. લોક ડાઉન ની અમલવારી માટે પોલીસ,હોમગાર્ડ અને જી આરડી ,ટ્રાફિક બ્રિગેડ કાર્યરત હોવાનું જણાવ્યું હતું.

અલંગ શિપયાર્ડ સજ્જડ બંધ રહયુ છે.પો.સ.ઇ કે બી જાડેજા એ જણાવ્યું હતુંકે કલેકટર, એસ.પી બન્ને એ વિઝીટ લીધેલ હતી.

તળાજામાં દવાનો જથ્થો નખૂટે તે માટે ટ્રાન્સપોર્ટેશન જરૂરી

તળાજા માં મેડિકલ સ્ટોર ધરાવતા મીનાઝભાઈ ભૂરાણી એ જણાવ્યું હતુંકે તળાજા માં મોટા ભાગે ભાવનગર અને અમદાવાદ થી દવાઓ આવે છે.આ દવાઓની અછત ઉભી ન થાય તે માટે ટ્રાન્સપોર્ટેશન આવશ્યક છે.

સરકારી કચેરીઓમાં સેનીટાઇઝર કામગીરી

લોકડાઉન દરમ્યાન મહાનગર પાલિકાની ટીમ દ્વારા શહેરની ડિસ્ટ્રિકટ કોર્ટ, કલેકટર કચેરી સહિતની સરકારી કચેરીઓની સફાઈ અને સેનિટાઈઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.રાત્રીના સમયે પણ આ કામગીરી શરૂ રાખવામાં આવશે.

(11:50 am IST)