Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

જૂનાગઢમાંથી વિદેશી દારૂની ૪૨ બોટલ ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ

જૂનાગઢ તા.રપઃ ખાડિયા વિસ્તારમાંથી વિદેશી દારૂની ૪૨ બોટલ જૂનાગઢ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધી.

જૂનાગઢ રેન્જનાં પોલીસ અધિક્ષક એસ.જી. ત્રિવેદીની સુચના તેમજ પોલીસ અધિક્ષક સૌરભસિંઘનાં સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહી-જુગારની બદી નેસ્તનાબુદ કરવા તથા આગામી ચૂંટણી અનુસંધાને કડક હાથેે કામ લેવાની ઝુંબેશ અન્વયે જુનાગઢ ક્રાઇમ બ્રાંચના ઇ.ચા. પોલીસ ઇન્સ. આર.કે. ગોહિલ સા. તેમના પો.સ્ટાફ સાથે જૂનાગઢ શહેર વિસ્તારમાં કો.ના.રા. સબબ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પો.સબ. ઇન્સ. એન.બી. ચૌહાણ તથા પો.કોન્સ. ધર્મેશભાઇ સુરસિંહભાઇ વાઢેળને સંયુકત રીતે ખાનગી રાહે હકીકત મળેલ કે, જુનાગઢ પ્રદિપના ખાડિયામાં સમાધી સ્થળ વિસ્તારમાં ગે.કા. રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઉતારે છે જે હકીકત આધારે પો.સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ દરોડો કરતા નંબર વગરના અશોક લેલન લાઇટ વાહનમાં ભારતીય બનાવટની જુદી-જુદી બ્રાન્ડની પેટી નંગ-૪૨ બોટલ નંગ ૫૦૪ કિ.રૂ. ૨૦૪૭૨૦/- તથા વાહન મળી કુલ કિ.રૂ. ૬,૦૪,૭૨૦/-નો મુદ્દામાલ પકડી પાડી આગળની કાર્યવાહી થવા સારૂ એ ડિવીઝન પો.સ્ટે.માં પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો રજી. કરવામાં આવેલ છે. આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના ઇચા. પો.ઇન્સ. આર.કે. ગોહિલ તથા પો.સ.ઇ. એન.બી ચૌહાણ એ.એસ.આઇ. એસ.એચ.ગઢવી, પો.હેડ કોન્સ. વી.એન. બડવા, એચ.વી.પરમાર, બી.કે. સોનારા તથા પો.કો. દાનાભાઇ જીણાભાઇ, ઇન્દ્રજીતસિંહ ઝાલા, સાહિલ સમા, યશપાલસિંહ જાડેજા, જીતેશ મારૂ, વિપુલસિંહ રાઠોડ, કનકસિંહ ગોહિલ, પ્રવિણભાઇ બાબરીયા, ડાયાભાઇ કરમટા, દિવ્યેશભાઇ ધીરજલાલ તથા પો. અધિ.સા. પ્રોહિ તથા જુગાર સ્કવોડના ધર્મેશભાઇ સુરસિંહભાઇ વિગેરે પો.સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(4:31 pm IST)