Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

કુતિયાણાના ઇશ્વરીયામાં જુગારની બાતમી આપ્યાની શંકા કરીને અપહરણ કરી માર માર્યો

પોરબંદર તા.રપઃ કુતિયાણાના ઇશ્વરીયામાં જુગારની બાતમી આપ્યાની શંકા કરીને યુવાનનું અપહરણ કરીને ઢીકાપાટુનો માર મારીને મોબાઇલ ફોન ઝુંટવી તોડી નાંખ્યાની પોલીસ ફરિયાદ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

આ બનાવ અંગે હરીશ ઉર્ફે હરીયો પોલાભાઇ ઠકરાણી જાતે કોળી, ઉ.વ.૪૨ ધંધો મંડપ સર્વિસનો રહે. ઇશ્વરીયાએ પોલીસ ફરિયાદમાં જણાવેલ કે, આશરે દોઢ બે વાગ્યાના આસપાસ ઉપલેટા ગામના અલ્પાબેન ઉર્ફે બાલી સંજયભાઇ ચાવડાએ ફોન કરીને પુછેલ કે તારે જુગાર રમવા આવવું હોય તો હું તથા ભીમાભાઇ સામતભાઇ તથા મેરૂભાઇ વીરમભાઇ તથા રણમલભાઇ કાનાભાઇ તથા રાજેશભાઇ લુકા અને નિલેશ ચંદ્રવાડીયા અમો બધા અહી કુતિયાણાથી પોરબંદર જતા હાઇવે રોડ ઉપર આવેલ મારૂતિ હોટલ પાસે બેઠા છીએ ત્યાં આવ તેવી વાત મને કરેલ જેથી હું મારી સુપર સ્પલેન્ડર મોટર સાયકલ લઇને મારૂતિ હોટલે ગયેલ અને ત્યાં અલ્પાબેન ઉર્ફે બાલી સંજયભાઇ ચાવડા રહે. ઉપલેટા તથા ભીમાભાઇ સામતભાઇ રહે. અમરાપર તથા મેરૂભાઇ વીરમભાઇ પરમાર રહે. પોરબંદર તથા રણમલભાઇ કાનાભાઇ ઓડેદરા રહે. રાણાવાવ તથા રાજેશભાઇ લુકા રહે. પોરબંદર તથા નિલેશભાઇ ચંદ્રવાડીયા રહે. ઉપલેટા વાળાઓએ કે જેઓ જુગાર રમતા હોય અને અવારનવાર ભેગા થતા હોય જેથી તેઓને હું ઓળખું છું. જેથી મારૂ મોટર સાયકલ મારૂતિ હોટલે પાર્ક કરી તેઓની પાસે ગયેલ તો અલ્પાબેને કહેલ કે જો આ આવેલ તે હરીયો છે જે આપણે જુગાર રમતા પોલીસમાં પકડાવે છે અને પોલીસનો બાતમીદાર છે તેમ કહેતા આ રાજેશભાઇ એ મની પકડી મે કમરે બાંધેલ મારો પટ્ટો કાઢીને મને પટ્ટા વડે મને માર મારેલ અને ત્યાં એક કાળા કલરનો સ્કોર્પીયો જેના સિરીઝની ખબર નથી પરંતુ તેના નંબર ૭૮૪૨ છે તે ર્સ્કોર્પીયોમાં આ ઉપરોકત પાંચેય જણાયે મને બળજબરીથ પકડી  ઢસડીને ર્સ્કોપીયો વચ્ચેની સીટમાં બેસાડી દિધેલ અને માર મારેલ.

આ આરોપીઓએ ગાળો કાઢી મારા કમર પટાથી તેમજ સુયાના લાકડાના હાથાથી તેમજ ઢીકાપાટુનો માર મારી તેમજ રસ્તામાં મારા ખિસ્સામાંથી મોબાઇલ ફોન નંગ-ર કિ.રૂ. ૧૦,૦૦૦/- ના કાઢી ફેંકી દઇ અને નેરાણા સોનલ માતાજીના મંદિરથી આગળ બાવળની કાંટમાં લઇ જઇ ત્યાં નીચે સુવડાવી જેક ચડાવવાના લોખંડના સળીયાથી તેમજ ઢીકાપાટુનો માર મારી જમીન ઉપર ઢસડી માર મારેલ છે. તેમ ફરિયાદમાં જણાવેલ છે.

(4:30 pm IST)