Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

મોરબી તાલુકાના પાનેલી ગામની અરેરાટીભરી ઘટના

માસૂમ હિતેષનું સગા માસાએ અપહરણ કરી ટૂંપો દઈ સળગાવી દીધો

સતવારા પરીવારના માસુમ હિતેષ અશોકભાઇ (ઉ.વ.૧૧)ને મોતને ઘાટ ઉતારનાર આરોપી હાર્દિક ચાવડા પોલીસના સકંજામાં: આરોપી હાર્દિકની પત્ની સાથે અપહૃત બાળકના પિતાને આડોસબંધ હોય જે બાબતે થયેલ ડખ્ખાનો ખાર રાખી હિતેષનું અપહરણ કરી ક્રૂર હત્યા કરાઈઃ આડાસંબંધમાં નિર્દોષ બાળકનો ભોગ લેવાયાની ઘટનાથી હાહાકાર : માસુમ હિતેષની હત્યા કર્યા બાદ માસા હાર્દિક જાણે કંઈક જ બન્યુ ન હોય તેમ ઘરે સુઈ ગયો અને સવારે હિતેષની શોધખોળ માટે તેના પરિવારજનો સાથે જોડાઈ ગયોઃ પોલીસ મથકે પણ સાથે ગયો'તો! : આરોપી હાર્દિકની પત્નિ માસુમ હિતેષને મળવાના બહાને તેના પિતા સાથે રંગરેલીયા કરતી હોય હાર્દિક ગીન્નાયો'તોઃ હાર્દિકના ૯ માસ પૂર્વે જ લગ્ન થયા હતા

માસુમ હિતેષની ફાઈલ તસ્વીર : તસ્વીરમાં હિતેષની સળગાવી દેવાયેલ લાશ મળી હતી તે ઘટના સ્થળ નજરે પડે છે અને એકત્રીત થયેલ લોકોના ટોળા દ્રશ્યમાન થાય છે (તસ્વીરઃ પ્રવીણ વ્યાસ-મોરબી)

રાજકોટ, તા. ૨૫ :. મોરબી તાલુકાના પાનેલી ગામના સતવારા પરીવારના ૧૧ વર્ષના બાળકનું તેના માસાએ જ અપહરણ કર્યા બાદ ગળે ટૂંપો દઈ લાશને સળગાવી દઇ ક્રુર હત્યા કરતા મોરબી પંથકમાં હાહાકાર મચી ગયો છે. આરોપી માસાને પોલીસે સકંજામાં લઈ લીધો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના પાનેલી ગામે રહેતા અશોકભાઇ સતવારાએ તેનો પુત્ર હિતેષ (ઉ.વ.૧૧) કે જે અભ્યાસ કરે છે. તે વજેપર શેરી નં. ૧૧ નજીક નાસ્તો કરવા ગયા બાદ પરત ન ફરતા ગૂમ થયાની એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ કરી હતી અને શકદાર તરીકે તેના સાઢુભાઇ હાર્દિક ચાવડાનું નામ આપ્યું હતું. ફરીયાદમાં જણાવ્યા મુજબ શકદાર હાર્દિક ચાવડાની પત્ની સોનલબેન સાથે ફરીયાદીને આડો સંબંધ હોય જેના કારણે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખી અપહરણ કર્યાનું જણાવ્યું હતું.

પાનેલીના ૧૧ વર્ષનો બાળક હિતેષ સતવારાનું  અપહરણ થયાની ઘટનાને પગલે મોરબી એ ડીવીઝનના પીઆઇ આર.જે.ચૌધરીએ તપાસનો ધમધમાટ શરૂ  કર્યો હતો. આ પ્રકરણની તપાસમાં મોરબી એલસીબીના પીઆઇ વી.બી.જાડેજાની ટીમ પણ  જોડાઇ હતી.

દરમિયાન મોરબી એ ડીવીઝનના પીઆઇ આર.જે.ચૌધરી તથા સ્ટાફે શકદાર હાર્દિક ચાવડાને ઉઠાવી લઇ આગવી ઢબે પુછપરછ કરતા તેણે માસુમ બાળક  હિતેષ સતવારાનું અપહરણ કરી બાદમાં અવાવરૂ સ્થળે લઈ જઈ ગળે ટૂંપો દઈ લાશને સળગાવી દીધાની કેફીયત આપતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસ પુછતાછમાં આરોપી હાર્દિક ચાવડાએ એવું જણાવ્યું હતું કે, તેના સાઢુભાઇના પુત્ર હિતેષને ચક્કર મારવાના બહાને બાઈક પર બેસાડી અપહરણ કરી બાદમાં મોરબી નજીક ધુનડાથી સજનપર રોડ પર લઇ જઇ માસુમ હિતેષને ગળે ટૂંપો દઈ લાશ પર કેરોસીન છાંટી સળગાવી દઈ નાસી છૂટયો હતો.

આરોપી હાર્દિક ચાવડાની આ કેફીયતના પગલે પોલીસ કાફલો મોરબી નજીક જયાં માસુમ બાળક હિતેષને સળગાવી દેવાયો હતો ત્યાં પહોંચ્યો હતો અને ત્યાંથી હિેતેષની  સળગાવી દેવાયેલ હાલતમાં લાશ મળી આવતા તેને પીએમ માટે મોરબી સિવીલ હોસ્પીટલમાં ખસેડી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી હાર્દિક ચાવડાના ૯ માસ પૂર્વે જ લગ્ન થયા હતા અને તેની પત્નીને તેના સાઢુભાઈ અશોકભાઈ સાથે આડાસબંધ હોવાની જાણ થતા બન્ને સાઢુભાઈ વચ્ચે અગાઉ ડખ્ખો થયો હતો. આ ડખ્ખા બાદ પણ હાર્દિકની પત્ની માસુમ હિતેષને મળવાના બહાને તેના પિતા અશોકભાઈ સાથે રંગરેલીયા કરતી હોય તેથી તે ગિન્નાયો હતો અને માસુમ હિતેષનું અપહરણ કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ માસુમ હિતેષનું સાંજે અપહરણ અને હત્યા કર્યા બાદ તેના સગો માસો હાર્દિક જાણે કંઈ જ ન બન્યુ હોય તેમ રાત્રે ઘરે સુઈ ગયો હતો અને બીજે દિ' સવારે માસુમ હિતેષની શોધખોળ માટે તેના પરિવારજનો સાથે જોડાઈ ગયો હતો, એટલુ જ નહિં માસુમ હિતેષના ગૂમ થયાની ફરીયાદ સંદર્ભે પોલીસ મથકે પણ તેના પરિવારજનો સાથે ગયો હતો. આરોપી હાર્દિક વાયરમેનનું કામ કરે છે.

આડાસબંધને મામલે બે સાઢુભાઇ વચ્ચે  ડખ્ખો થયા બાદ નિર્દોષ બાળકનો ભોગ લેવાયાની ઘટનાએ મોરબી પંથકમાં ખળભળાટ સર્જયો છે. મોરબી એ-ડીવીઝન પોલીસે  માસુમ હિતેષને મોતને ઘાટ ઉતારનાર તેના માસા હાર્દિક ચાવડાની વિશેષ પુછતાછ હાથ ધરી છે.

(3:48 pm IST)
  • હાર્દિક પટેલ બન્યો કોંગ્રેસનો સ્ટાર પ્રચારક : UPમાં કોંગ્રેસ માટે કરશે પ્રચાર : યુ.પી.ના 40 કોંગ્રેસી સ્ટાર પ્રચારકોમાં ગુજરાતમાંથી માત્ર હાર્દિક પટેલનું નામ : રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, નવજોતસિંહ સિધ્ધુ સહિતના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર access_time 12:12 am IST

  • કમલ હાસનની મોટી જાહેરાત :લોકસભા ચૂંટણી નહિ લડવા કર્યું એલાન :કહ્યું માટે હજુ ઘણું કામ કરવું છે :જાણીતા અભિનેતા અને મક્કલ નિધિ મય્યમ પાર્ટીના નેતા કમલ હાસને લોકસભા ચૂંટણી નહીં લડવા નિર્ણંય કર્યો :લોકસભા ચૂંટણી સાથે વિધાનસભા પેટા ચૂંટણી પણ નહિ લડવા જાહેરાત કરી access_time 1:46 am IST

  • નીતિ આયોગના ઉપાધ્યક્ષએ કહ્યું રાહુલ ગાંધીની યોજના ચાંદને જમીન પર લાવવા જેવી :રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ સતામાં આવશે તો દેશના સૌથી ગરીબ 20 ટકા પરિવારોને વાર્ષિક 72,000 રૂપિયા લઘુતમ આવક ઉપલબ્ધ કરાવશું :નીતિ આયોગના ઉપાધ્યક્ષ રજઇવકુમારે આ યોજના પર સવાલ ઉઠાવ્યા હતા access_time 12:15 am IST