Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

કોડીનાર બુખારી મોહલ્લામાં સમૂહ લગ્ન

 કોડીનારઃ બુખારી મોહલ્લામાં સમૂહલગ્નનું આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં ૯ દુલ્હા દુલ્હનોએ નિકાહ પઢી લગ્નજીવનની શરૂઆત  કરી હતી. સમુહલગ્નના મુખ્ય દાતા દિલાવર ખ્વાજા આફ્રિકા વાળાના સહયોગથી શિયા ઇસના અસરી સમાજ દ્વારા સમુહલગ્નનું આયોજન કરવામા આવ્યુ હતું. દુલ્હનોને જીવન જરૂરી ચિઝો ભેટ સ્વરૂપે આપવામા આવી હતી. સમુહલગ્નમાં નગરપાલિકાના  પ્રમુખ હાજી રફીકભાઇ જુણેજા, ઉપપ્રમુખ શિવાભાઇ સોલંકી, કાલુબાપુ નકવી, રામભાઇ વાઢેર સહિતના હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓએ ઉપસ્થિત રહી નવદંપતિઓએ સફળ લગ્નજીવન માટે આશિર્વાદ પાઠવ્યા હતા. સમુહલગ્નને સફળ બનાવવા માટે શિયા ઇસના અસરી સમાજના વડીલો, યુવાનોએ જહેમત ઉઠાવી હતી. સમુહલગ્નની તસ્વીર

(1:53 pm IST)