Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ભાવનગરમાં પતિએ વહેલા ઉઠવાનું કહેતા ૩ મહિના પહેલા લગ્ન કરનાર પરિણીતાનું મોત

ભાવનગર તા.રપઃ ભાવનગર શહેરનાં હાદાનગર વિસ્તારમાં રહેતા સપનાબેન શાહરૂખભાઇ કુરેશી (ઉ.વ.૨૦) નામની પરણીત યુવતીએ તેનાં ઘરે ઝેરી દવા પી લઇ આત્મહત્યા વહોરી લીધી હતી.

મરનાર સપનાબેનનાં લગ્ન ત્રણ માસ પહેલાં જ થયા હતા. પતિએ વહેલા ઉઠવાનું કહેતાં લાગી આવતાં આ પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે.

ઝેરી દવા પીધી

ભાવનગર શહેરનાં કાળીયાબીડ હરીઓમનગર વિસ્તારમાં રહેતી મનસ્વીબેન સંજયભાઇ સુતરીયા (ઉ.વ.૧૫)એ તેનાં ઘરે ઝેરી દવા પી લેતાં અત્રેની સર ટી. હોસ્પિટલમાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

(11:55 am IST)