Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ગારીયાધાર વેપારીના અપહરણના પ્રયાસમાં એક આરોપીને ઝડપી લેવાયોઃ કાર કબજે

ગારીયાધાર તા ૨૫ :  કાપડનો શો રૂમ ધરાવતા વેપારીને ગેરેજનું  કામ કરતો તન્વીર કાજી સહીતના અજાણ્યા શખ્સો દ્વારા અપહરણના પ્રયાસનો ગૂન્હો ગારીયાધાર પોલીસ મથક ખાત ેતા. ૧૫/૩/૧૯ ના રોજ નોંધાયો હતો.

જે અપહરણના પ્રયાસમાં અજાણ્યા આરોપીમાનો એક આરોપીને ગત રાત્રીના સુરતથી ગારીયાધાર પોલીસે ઝડપી પાડયો હતો. મુળ ધોળા ગામનો રહેવાસી હાલ સુરત રહેતો બુધા સુરા ગલાણી (ઉ.વ.૨૪) ને ગારીયાધાર પોલીસ મથકે લવાયો હતો.

આ ઝડપાયેલા આરોપીને અપહરણમાં ઉપયોગ થયેલે બ્રોન્જો કાર જીજે-૦૫-જે૧-૯૩૩૮ પણ  લાવવામાં આવી  હતી.  આ  ઝડપાયેલ આરોપીને ગારીયાધાર કોર્ટમાં રજુ કરવામાં આવતા પોલીસ દ્વારા ૫ દિવસના રીમાન્ડ  માંગવામાં આવ્યા, જેમાં ૩ દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજુર કરાયા હતા.

(11:53 am IST)