Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

મોહનભાઇને ટીકીટ મળતા વાંકાનેરમાં આતશબાજી

વાંકાનેરઃ રાજકોટ બેઠક માટે ભાજપના વર્તમાન સાંસદ મોહનભાઇ કુંડારીયાને ભાજપ દ્વારા રીપીટી કરાતા, નેશનલ હાઇવે ચોકડી પાસે તમામ સમાજના લોકો જેવા કે, ભાજપના તાલુકા અને શહેરના આગેવાનો, કાર્યકરો, સામાજિક તથા રાજકીય અગ્રણીઓમાં તાલુકા ભાજપના કાળુભાઇ કાકરેચા, યુસુફભાઇ શેરસીયા, રાજપુત સમાજના રાજભા ઝાલા, વાંકાનેર શહેરના બ્રહ્મસમાજના તથા રાજગોર સમાજના પરેશભાઇ મઢવી, રાજુભાઇ મઢવી, અમીતભાઇ મઢવી, ગોપાલભાઇ રાજગોર, સુરેશભાઇ પ્રજાપતિ, તાલુકા બક્ષીપંચના પ્રમુખ-ઉપપ્રમુખ, જીલ્લા ભાજપના યુવા મહામંત્રી, માલધારી સમાજના રાણભાઇ મુંધવા તથા તાલુકાભરના પક્ષના કાર્યકરો, મોહનભાઇ કુંડારીયાના રીપીટ મામલે આતશબાજી દ્વારા ખુશી વ્યકત કરી, ઢોલ ત્રાંસાના તાલ સાથે મ્હોં મીઠા કરાવી, મોહનભાઇ કુંડારીયાને ફરી સાંસદ તરીકે ચુંટી કાઢવા એક અવાજે હાકલ કરાઇ હતી. મોહનભાઇનું નામ ડીકલેર થતા જ શહેરના દિવાનપરા, સ્ટચ્યુ પાસે ફટાકડા ફોડી મોહનભાઇની પસંદગીને આવકારાઇ હતી. તે વખતે ભાજપનાં ભરતભાઇ ઠાકરાણી અને ટેકેદારોએ ખુશી વ્યકત કરી હતી.(તસ્વીર-અહેવાલઃ મહમદ રાઠોડ.વાંકાનેર)

(11:49 am IST)