Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ચૂંટણી સમયે સક્રીય થતાં અસામાજીક તત્વો અને કાયદો વ્યવસ્થાની સ્થિતિની ચિંતા તરફ ઇશારો

પોરબંદર તા.રપઃ ચૂંટણી સમયે સક્રીય અસામાજીક તત્વો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની ચિંતા તરફ દેશભકત ડેન્જર-ચાર્લી અને રોબર્ટ રોઝીનો ઇશારો જણાવે છે કે, વિશ્વની મોટામાં મોટી લોકશાહી ગણાતો ભારત (હિન્દુસ્તાન)નું ચૂંટણી પંચ (ઇલેકશન કમીશન) મત્તદાતાઓથી ચર્ચીત બન્યો છે. ખરેખર ચૂંટણી પંચ (ઇલેકશન કમીશન) સંપૂર્ણ નિષ્પક્ષ રહેવું જોઇએ તેના બદલે સત્તરમી લોકસભાની ચૂંટણી કરાવી રહેલ તેમાં રાજકીય પરોક્ષ અપરોક્ષ ઇશારો પ્રતિપાદન થયા વિના રહેતો નથી આપણે ખરેખર કઇ દિશામાં જઇ રહ્યાં છીએ? તે સમજવું ઘણું કઠીન છે. આગામી ભારત (હિન્દુસ્તાનની) લોકસભાની ચૂંટણી આવશે ત્યારે ભારત યાને હિન્દુસ્તાનના મતદારો કઇ દિશામાં હશે? ઠંડે કલેજે વિચારીએ તો પક્ષ પલ્ટુ ધારાસભ્યો, સાંસદ સભ્યો કે સ્થાનિક સ્વરાજ સંસ્થા વિગેરેના સદસ્યો જે મતદારોના અતૂટ વિશ્વાસથી અને આપેલ વચનો વચન નિભાવશે તેવા શુભ હેતુથી પક્ષીય ધોરણે કે વ્યકિત રીતે મતદાન કરી પવિત્ર ફરજ બજાવવામાં નિષ્ફળ જતાં અવિશ્વાસ અને ગદ્દારના ડુંગરમાં દટાય ગયેલા છે. ધીમેધીમે પીંઢારાના શાસનનો પુનઃ ઉદય તરફ જઇ રહયા. પીંઢારા શાસન કેવું હશે તેની કલ્પના કરતા વર્તમાન સ્થિતિથી અણસાર આવે છે.

મતદાતાઓના મતથી વિશ્વાસથી ચૂંટાયેલા વિધાનસાંસદ અને સ્થાનિક સંસ્થાના સદસ્યોની ભૂમિકા પીંઢારા શાસન જેવી ચર્ચીત છે. સતા, પૈસા માટે નૈતિકતાનું અવમુલ્યન કરી જતા રહે છે. અને શરતથી પક્ષાંતર કરનારાઓને ગરજના માર્યા રાજકીય પક્ષો સત્તાધારી પક્ષો આવી વ્યકિતને શરતો સાથે અમુક પ્રકારની ગોપનીય સમજુતિ સાથે દંભી પક્ષની મજબૂતાઇ દેખાડવા સ્વીકારે છે, શરત આધીન હોદ્દા-પદ અને શરતમુજબની ગોપનીયતા પણ સ્વીકારે છે. પરંતુ પક્ષાંતર કરેલ અને મતદારોના વિશ્વાસનું પ્રતિપાદન કરનાર આવી વ્યકિત યાને સદસ્યો, સભ્યો પક્ષાંતર કરી મુળ પક્ષ છોડી રહ્યાં પછી સ્વાર્થ સાથે ગયેલ આવી વ્યકિત શું આજીવન તેમની સાથે વફાદારીથી સાથે રહેશે.

પછી છોડનાર એકસ-વાય-ઝેડ પક્ષના સિદ્ધાંત તેના મુલ્યોની પ્રતિષ્ઠાની વાતો કરી મુલ્યવાન કહી પક્ષ નહીં છોડવાની વાત કરનાર દિવસો કે દિવસમાં ઇચ્છુક પક્ષમાં ભળી જઇ વરસો જુના પોતે કાર્યકર હોય તેવી વાતોની ઢબથી તે પ  ક્ષના તેમજ તેના નેતાને કે મધ્યસ્થી લઇ જનાર વ્યકિત માટે વ્હાલનો દરિયો વરસાવી આદરણ્ય સન્માન આપવા લાગે છે? આવા તત્વોને ઓળખવાની જરૂર છે. જો કે મતદાતા મત્તાદાતાઓ ઓળખી પણ જાય છે થોડો સમય વિરોધ કોચવાટ, નરફત કરે છે. પાછુ ભૂલી જાય છે. ચૂંટણી આવે કે એવા પ્રસંગે સમાધાન કરી પોતાનું હિત સાચી લ્યે છે અને રહી જાય છે. વચલી કડી મતદાતાર તેનો કયાંય મેળ પડતો નથી. લટકતો રહે છે. આખરે ચૂંટણી સમય હૃદય સખ્ત નરફત વેદના હોવા છતાં લાચાર બની પોતાની મતદાન સ્વતંત્ર નજીવી કિંમત ચુકવી વહેંચી દયે છે જે એક લાલબતી છે. દેશનું ભાવી શુધ્ધ લોકશાહી-સ્વતંત્રતા ગુમાવે છે અને તેના જ કારણે ભારત-હિન્દુસ્તાનની લોકશાહી અધ્ધરતાલ બની છે. બનતી જશે. તેની અટકાવવા માટે કોઇ ઉપાય હાલના તબકકે જણાતો નથી. તેમ ડેન્જર ચાર્લી અને રોબર્ટ રોઝીનો ઇશારો જણાવે છે.

જો ખરેખરા અર્થમાં લોકશાહી બચાવી  હશે. અને સત્તા ભુખ્યા પીંઢારાઓને રોકવાની જરૂર છે. તે માટે સત્યગ્રહ યજ્ઞ-યાને જાગૃતિ યજ્ઞ કરવાની જરૂર છે. પરંતુ તે માટે આગળ કોણ આવે. રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજી જેવો યુગ પુરૂષ કે તેના પગલે ચાલનાર કોઇ ભારતીય હાલ તો જણાતો નથી. જે છે તે માત્ર ખાદીના કપડાં પહેરવા ગાંધીના નામે વાતો કરવી વિચાર ધારાને કૃત્રીમ રીતે અમલમાં રાખવી વીઆઇપી બની ફરવું તે સિવાય જણાતું નથી. તેવું ચિત્ર ઉપસે છે. રાષ્ટ્રીય પિતા પૂ. મહાત્મા ગાંધીજીની હત્યાને ૭૧ વર્ષ થયા પરંતુ આ વરસ દમ્યાન ગાંધીનું નામ આગળ ધરી કૃત્રિમ કલચરના ગાંધીવાદી આગળ આવ્યા છે. આપણે આપણા સ્વાર્થ માટે સ્વીકાર્યા છે. સાચી ઓળખ આવાતત્વો પાસે છે જ.

વર્તમાન સ્થિતી આપણી લોકશાહી ૭૧ વર્ષની પ્રજાકિય શાસન બંધારણ ભોગવતા ભારતીય હિન્દુસ્તાનની નાગરીકો પર મુઠ્ઠી ભર દેશદ્રોહી, ગદારો, અરાજકતત્વો અને અસામાજીક તત્વોનું શાસન આશ્રય તરીકે રહ્યું દેશને ખોખલો કરી રહેલ છે. જો હૃદયથી અને ખરેખર ઉંડાણથી તટસ્થ તપાસ કરતી કાયદો વ્યવસ્થા જાળવતી ગુપ્તચર એજન્સીઓ જે ઇન્ટેલીજન્સ બ્યુરો એજન્સી જે સ્વતંત્ર કામગીરી કરી રહ્યાનું આશ્વાસન આપે છે.

છેલ્લ એક માસમાં આતંકવાદીઓએ ૧પ૦ જેટલા નિર્દોષ નાગરીકોને વિનાકારણે મોતને ઘાટ ઉતાર્યા, પણ આપણા નેતાઓ અને સરકારે શું કર્યુ ? યુનો એ શું કયુ ? સત્ય દેશો પણ સંગઠીત નથી. ચીન જેવા દેશને મહાસત્તા સ્વીકારી વિટો વાપરવાના પાવર આપ્યા. તેનો ઉપયોગ કંઇ રીતે કરે છે તેનું આપણે વિશેષ વર્ણન કરવું જરૂરી જણાતું નથી. તેમનું કાર્ય પીઢમાં ખંજર ભોંકવાનું રહયું છે. સઅને ૧૯૬ર ની સાલ ભારતે મિત્રચારીની ભાવનાથી ચીન સાથે પંચશીલ સિધ્ધાંત પર દોસ્તી બાંધી અને ચીનમાં આપણા લોકલાડીલા પ્રથમ વડાપ્રધાન સ્વ. જવાહરલાલ નહેરૂ ચીન ગયા તેની પ્રથમ યાત્રા હતી. ચીનમાં મિત્રચારી વાતો કરી કરાર કર્યા પંચશીલ સિધ્ધાંતના પાંચ વાકયોની અમલવારી થઇ ન થઇ ત્યાં જ સ્વ. વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ ભારત પરત યાત્રા પુર્ણ કરી આવ્યા ત સાથે ચીને આપણી પીઢમાં ખંજર ભોંકયું ચીન-તીબેટની સંરક્ષણ દિવાલ ઓળંગી તિબેટમાં પગ પેસારો કર્યો આપણી લશ્કરી તાકાત ઓછી પડી સરહદ પર જવાન ઓછા હથિયાર પણ આધુનિક નહીં તેમ છતાં પાંચ જવાનોએ ભારત માતાનું શીર ઉંચું રાખ્યું. તે શહીદ જવાનોને ભુલી શકાય નહીં તેમ છતાં આપણે ભુલ્યા. સ્વ. વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ પર આપણા વર્તમાન રાજનીતિ સાથે શાસનમાં સંકળાયેલ સત્તાધારી પક્ષના મોભી માછલા ધુએ છે. ત્યારે ડેન્જર ચાર્લીના મનઉદભવકતો અને ભારતના નાગરીકોમાં હોઠે હૃદયમાં ઘુંટવાનો પ્રશ્ન છે કે શાસનકર્તા મોભીઓએ શું પોતે સને ૧૯૬ર નું પુનરાવર્તન કર્યુ ? ચીનની  સાથે તેમના ઘેરે જઇ મીત્રતા જયાંથી અટકી હતી. તે આગળ વધાર્યા વ્યાપારી કરાર કર્યા ચીનને મહાસત્તા બનાવવા માટે સહયોગ આપ્યો. મહાસત્તાનું સ્થાન આપ્યું ? હાલ આપણા દેશની શું હાલત છે...?

પ્રથમ તો ચૂંટણી સમયે પાટલી બદલંુઓ જે ઘરના જ સ્વાર્થી રાજકારણીઓને ખરેખરા ઘરના આતંકવાદીઓને સ્વીકારવા જોઇએ નહીંં. સ્વાર્થ ખાતર સત્તાધારી પક્ષ પદ અને નોટના સોદાઓ કથીત દંતકથા મુજબ કરી સ્વીકારે છે. તે પ્રથા બંધ કરવાની અટકાવવાની જરૂર છે પરંતુ તે સત્તાધારી પક્ષ તેમ કરી શકતો નથી? કારણ કે પુનઃસત્તામાં આવવું છે. તેવી અભિલાષા રહેલ છે.

(11:47 am IST)