Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

કાલે ભાયાવદરમાં ખેડૂત સંમેલન

ભાયાવદર તા.૨૫: સરકારશ્રી દ્વારા ચાલુ વર્ષે ઉપલેટા તાલુકાને અર્ધ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવેલ છે.તેમ છતા વિમા કંપની દ્વારા ખેડૂતો અને સરકારશ્રી પાસેથી વિમાનું પ્રિમિયમ લઇ અને તાલુકાને મગફળીનો પાક વિમો આપવામાં આવેલ નથી. જો ઉપલેટા તાલુકાને સરકારશ્રી દ્વારા અર્ધ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવેલ હોય તો સરકારશ્રીના નિયમ પ્રમાણે આ વિસ્તારના ખેડૂતોને પાક વિમો મળવા પાત્ર થાય જ છે. તેમ છતા વિમા કંપની આ વિસ્તારના ખેડૂતોને અન્યાય કરી મગફળીના પાક વિમામાંથી બાકાત કરી પાક વિમો મંજુર કરેલ નથી.

આ બાબતે જો ખેડુતો કે આગેવાનો એકઠા થઇ આ અન્યાયની સામે અવાજ ઉઠાવવામાં નહી આવે તો ખેડૂતોએ ઘણુ બધુ સહન કરવાનુ રહેશે. માટે કાલે તા.૨૬ બપોરે ૪ કલાકે બીન રાજકીય ખેડૂત સંમેલન ઉપલેટા તાલુકાનું ભાયાવદર મુકામે પટેલ સેવા સમાજમાં રાખવામાં આવેલ છે. તો આ સંમેલનમાં ઉપલેટા તાલુકાના દરેક ખેડૂત મિત્રોએ હાજરી આપવી જોઇએ.

આ ખેડુત સંમેલનમાં પાલભાઇ આંબલીયા-દ્વારકા, રતનશીભાઇ ડોડીયા-ધ્રાંગધ્રા,સાગરભાઇ રબારી-અમદાવાદ, બળવંતભાઇ પઢેરીયા-અમદાવાદ, કુલદીપભાઇ સગર-પારડીયા, ગીરધરભાઇ વાઘેલા-ભાણવડ, ડાયાભાઇ ગજેરા-ઉપલેટા સંમેલનમાં હાજરી આપશે. તેમ આયોજકઃ (૧)નયનભાઇ જીવાણી,કાંતીભાઇ ચાંગેલાએ જણાવ્યું છે.

(11:42 am IST)