Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

પત્નીના સીમંતની કંકોત્રી દેવા જતા વિંછીયાના દેવધરીના નિલેશ કોળીને અકસ્માતમાં કાળ ભેટી ગયો

વિંછીયા પાસે બોલેરો પીકઅપ વાનના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવતું ડબલ સ્વારી બાઇક ઘુસી ગયું : કાકા લાલજીભાઇને ગંભીર ઇજા : કોળી પરિવારમાં અરેરાટી

વિંછીયા, તા. રપ : વિંછીયા પાસે થોરીયાળી-પીપરડી રોડ પર બોલેરો પીકઅપના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવતુ બાઇક ઘુસી જતા બાઇક સ્વાર કાકા-ભત્રીજા પૈકી ભત્રીજાનું મોત થયું હતું. જયારે કાકાને ગંભીર ઇજા થઇ હતી. બનાવની કરૂણતા છે કે, મૃતક કોળી યુવાન પત્નીના શ્રીમંત કંકોત્રી દેવા જતો હતો ત્યારે જ અંતરીયાળ કાળભેટી જતા કોળી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગતો મુજબ નિલેશ જેન્તીભાઇ રોજાસરા તથા તેના કાકા લાલજીભાઇ પરશોતમભાઇ કોળી રહે. બંને દેવધરી, તા. વિંછીયા, નિલેશના પત્નીનના શ્રીમંત પ્રસંગની કંકોત્રી તેના સગા-વ્હાલાને દેવા નીકળ્યા હતા. દરમ્યાન પીપરડી ગામથી પોથરીયાળી જતા બોલેરો પીકઅપ વાન જીજે૦૩-એએફ-૯૪૪૬ના ચાલકે અચાનક બ્રે મારતા પાછળ આવતું બાઇક બોલેરો વાન પાછળ ઘુસી ગયું હતું અને બાઇકસ્વાર કાકા ભત્રીજાને ઇજા થતાં વિંછીયા સરકારી દવાખાને ખસેડાયા હતા. જયાં સારવાર દરમ્યાન નિલેશનું મૃત્યુ થયું હતું.

જયારે લાલજીભાઇને વધુ સારવાર અર્થે જસદણ રીફર કરાયા હતા. કોળી પરિવારમાં નિલેશના પત્નીનો શ્રીમંતનો ખુશીનો પ્રસંગ શોકમાં પલ્ટાઇ ગયો હતો.

આ બનાવની તપાસ વિંછીયાના પી.એસ.આઇ. વી.એમ. કોલાદરા ચલાવે છે.

(11:39 am IST)