Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

જૂનાગઢ કોર્પોરેશનમાં ભાજપ ભૂકંપ સર્જશે : લોકસભાની ટીકીટ ફરી રાજેશ ચુડાસમા તરફ : તાલાળામાં જશાભાઈ

બુધવારે વંથલીમાં મુખ્યમંત્રીની હાજરીમાં સંમેલનમાં રાજકીય નવાજૂનીના એંધાણ

રાજકોટ તા. રપઃ ભાજપ દ્વારા ગુજરાતની ૧૬ લોકસભા બેઠકોના ઉમેદવાર જાહેર થયા તેમાં જૂનાગઢ બેઠકનું નામ બાકી રહેતા રાજકીય મોરચે જુદી જુદી ચર્ચા શરૂ થયેલ પરંતુ ગઇકાલે ગાંધીનગરમાં કંઇક રંધાઇ ગયા બાદ ફરી રાજેષ ચુડાસમાને જ ટીકીટ આપવાનું લગભગ નકકી થઇ ગયાનું જાણવા મળે છે. જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી સંસદની ચૂંટણી પછી તુરત આવી રહી છે તેને અનુલક્ષીને કોર્પોરેશનમાં પણ ભાજપ મોટા ઓપરેશનની તૈયારીમાં દેખાય છે. તા. ર૭મીએ પોરબંદર લોકસભા ક્ષેત્રનું વિજય વિશ્વાસ સંમેલન વંથલીમાં મળનાર છે. જેમાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની હાજરીમાં કોંગ્રેસના પાંચ-સાત કોર્પોરેટરો ભાજપનો ખેસ પહેરે તેવા વાવડ મળે છે.

જૂનાગઢ કોર્પોરેશનમાં વિપક્ષ કોંગ્રેસના ૧૬ કોર્પોરેટરો ચૂંટાયેલા છે તે પૈકી અડધા જેટલા ભાજપ તરફ ઝુકયા છે. કોંગીના એક મોટા માથાએ ભાજપમાં જોડાવાના બદલમાં કોર્પોરેશનની ચૂંટણી બાદ કોર્પોરેશનમાં મોટું પદ આપવાની શરત મૂકયાનું ચર્ચાઇ રહ્યું છે.

લોકસભાની બેઠક માટે ચડાવ-ઉતાર બાદ ફરી વર્તમાન સાંસદ રાજેષ ચૂડાસમાનું નામ પ્રદેશ કક્ષાએથી નકકી કરીને આખરી મંજુરી માટે કેન્દ્રીય નેતાગીરીને મોકલી  અપાયાનું જાણવા મળે છે. છેલ્લી ઘડીના કોઇ અણધાર્યા ફેરફાર ન થાય તો બે-ત્રણ દિ'માં જ ચૂડાસમાના નામની સતાવાર જાહેરાત થઇ જશે.

તાલાળા વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપે ત્યાંથી ભૂતકાળમાં ધારાસભ્ય તરીકે રહી ચૂકેલા વેરાવળવાળા જશાભાઇ બારડને ટીકીટ આપવાનું મન બનાવ્યું છે. ભગાભાઇ બારડે પોતાને ગેરલાયક ઠેરવવા સામે હાઇકોર્ટમાં ઘા નાખી છે. હાઇકોર્ટના ચુકાદા તરફ બન્ને પક્ષોની મીટ છે. જો જાહેર થયા મુજબ પેટા ચૂંટણી યથાવત રહે તો ભાજપના ઉમેદવાર તરીકે જશાભાઇનું નામ લગભગ નિશ્ચિત મનાય છે.

(11:39 am IST)
  • કેજરીવાલનો દાવો :દિલ્હી પૂર્ણ રાજ્ય બનશે તો સિંગાપુર જેવા 10 શહેર બનાવશું :ઝુપડીઓવાળાને આપશું બંગલો :દિલ્હીને પૂર્ણ રાજ્ય બનાવાની માંગ કરતા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે દિલ્હીને તમામ સમસ્યાથી મુક્ત કરાવશું :જોકે સિંગાપુર બનાવાના મામલે પહેલા પણ કેજરીવાલ લોકોના નિશાના પર રહ્યાં છે access_time 12:15 am IST

  • જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલે આપ્યું રાજીનામુઃ એરલાઇન્સને બચાવવા પગલું: ૮૦૦૦ કરોડનું દેવુ છે કંપની ઉપર access_time 3:32 pm IST

  • દેશમાં યોજાનારી લોકસભાની ચૂંટણીઓમાં બેઠક દીઠ માત્ર એક જ પોલીંગ બુથ ઉપર VVPAT સ્લીપ અને EVM મતોની સરખામણી શા માટે ? : વધુમાં વધુ બુથો ઉપર આ રેન્ડમ ચેકીંગ યોજના અમલમાં મુકવા સુપ્રીમ કોર્ટનો ઈલેક્શન કમિશનને આદેશ : કઈ મુશ્કેલી હોય તો 28 માર્ચ સુધીમાં રજુઆત કરવા અપાયેલી મુદત : ચંદ્રાબાબુ નાયડુ સહીત NDA ગઠબંધનના 21 પક્ષોએ કરેલી પિટિશન અનુસંધાને 1 એપ્રિલના રોજ સુનાવણી access_time 1:28 pm IST