Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ગોંડલના શિવરાજગઢ ગામેથી નાસેલ કિશન કોળીને ફરી જસદણ પોલીસે માતા સાથે ભેટો કરાવી દીધો

આટકોટ તા ૨૫ :  પિતાની છાયા ગુમાવી દેનાર અને વિધવા માતાનો એકનો એક પુત્ર શિવરાજગઢનો મંદ બુધ્ધિનો યુવક જસદણમાં આવી ચડતા જસદણ પોલીસમાં ફરજ બજાવતા મોહનભાઇ મકવાણાએ માતા અને પરિવાર સાથે સુખદ મિલન કરાવતા કઠોર ગણાતી પોલીસની અને પરિવારજનોની આંખોમાં હર્ષાશું વહેવા લાગ્યા હતા.

કિશન કાળુભાઇ વાઘેલા (કોળી) બસ સ્ટેન્ડ ઉપર રહેવા લાગ્યો હતો, બે દિવસ પહેલા રાત્રે અજાણ્યા આ યુવકને અમુક લોકો પુછપરછ કરતા હોય, એ.એસ.આઇ મોહનભાઇ બીજલભાઇ મકવાણા નવા બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા હતા તે દરમિયાન અમુક લોકો ભેગા થયા હોય ત્યા ઉભા રહેતા આ અજાણ્યો યુવક બે દિવસથી અહીં રહેતો હોવાનું જાણવા મળતા  તેને પોલીસ સ્ટેશને લઇ ગયા હતા.

આ મંદબુધ્ધિનો  યુવક કિશને બે દિવસથી કંઇ ખાધુ ન હોય તેને પ્રથમ જસદણ પોલિસ સ્ટેશને પેટ ભરીને જમાડયો હતો, બાદમાં તેની પુછપરછ કરતા માત્ર શિવરાજગઢ (ગોંડલ) ગામનું નામ બોલ્યો હતો.મોહનભાઇ અગાઉ ગોંડલ તાલુકામાં પણ નોકરી કરી હોય, શિવરાજગઢ ગામના તેમના સંપર્કોને અડધી રાત્રે આ યુવકની ખરાઇ કરતા યુવક શિવરાજગઢનો જ હોવાની અને તે શિવરાજગઢથી કોઇને કહયા વગર જતો રહયો હોવાની માહીતી મળી હતી.

ગઇકાલે કિશનના પરિવારમાં આમતો માતા સવિતાબેન એકજ હોય સવિતાબેન, કિશનના વૃધ્ધ દાદીમાં અને તેના પિત્રાઇભાઇ સહિતના જસદણ પોલીસ સ્ટેશને આવતા આ મંદ બુધ્ધિનો કિશન તેની માતાને અને દાદીને જોઇ તેને ભેટી પડયો હતો.(૩.૫)

 

(11:38 am IST)