Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ધોરાજીમાં પીપળીયાની પ્રાથમિક શાળાના ૧૦૨વર્ષ પૂર્ણ શતાબ્દી મહોત્સવ

ધોરાજી, તા.૨૫: ધોરાજીમાં આવેલ પીપળીયાની પ્રાથમિક શાળામાં  ગ્રામજનો અને શાળા દ્વારા શતાબ્દી મહોત્સવ ૧૦૨ નોટ આઉટની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સમસ્ત ગ્રામજનોનું સમુહ ભોજન નાતજાતના ભેદભાવ વગર સમુહ ભોજન લીધું હતું અને કોમી એકતાના દર્શન કર્યા હતા ગામનો એક પણ જીવ ન રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. મહારાજા શ્રી ભગવતસિંહજી ૧૮૬૫ ૨૪ ઓકટોબરમાં જન્મયા હતા. ૧૮૬૯માં તેમના પિતાજીનું અવસાન અને ગોંડલની ગાદી પર રાજતીલક થયું. આ તકે આ સતાબ્દી મહોત્સવમાં દાતાશ્રીઓ, અમેરિકા લન્ડન યુરોપ મુંબઈ-દિલ્હી અમદાવાદ રાજકોટ સુરત નવસારી બરોડા અને સમસ્ત ગ્રામજનોસુધીરભાઈ પાડલીયા, મનોજભાઈ કનેરિયા, રમેશભાઈ મકાતી, રાજુભાઈ ડઢાણીયા, નિલેશભાઈ વાછાણી, વિપુલભાઈ વાછાણી, ગીરીશબાપુ, દિલીપભાઈ કોટડીયા, ગામના આગેવાનો તેમજ સમાજ સેવકો જોડાયા હતા. આ તકે જ્ઞાતિ-જાતિના ભેદભાવ ન થાય કન્યા કેળવણીને વેગવંતુ બનાવી શકાય તેવા પ્રયત્નો કર્યા હતા. અને આવો એક બનીએ નેક બનીએના સૂત્રોને સાકાર કરવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ તકે શતાબ્દી મહોત્સવમાં ગ્રામજનો અને બાળકોને વ્યસન મુકિત માટેના માર્ગદર્શનો આપ્યા હતા. અંતે સમૂહ પ્રસાદી અને રાત્રે શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. જેમાં બાળકોએ ગ્રામજનો અને લોકોનું મન મોહી લીધું હતું. ત્યારબાદ આજીવન સારસ્વત એવા સાંઈરામ દવેએ ગ્રામજનોને હાસ્ય ભર જ્ઞાનથી લોકોને પ્રફુલ્લિત કરી દીધા હતા.(૨૨.૯)

(11:32 am IST)