Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2024

મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ-સભ્ય પદેથી જયંતીભાઈ પટેલે રાજીનામું આપ્યું.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે તાજેતરમાં કિશોરભાઈ ચીખલીયાની વરણી કરવામાં આવી છે ત્યારે અગાઉ પ્રમુખ તરીકે કાર્યરત જયંતીભાઈ જે પટેલે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે.

  જયંતીભાઈ જે પટેલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને રાજીનામાં પત્ર સોપતા જણાવ્યું છે કે તેઓ કોંગ્રેસ સાથે વર્ષોથી જોડાયેલ હતા હાલમાં કોંગ્રેસ પક્ષમાંથી તમામ હોદા પરથી અને પ્રાથમિક સભ્ય પદેથી સ્વૈચ્છિક રાજીખુશીથી અંગત કારણોસર રાજીનામું આપું છું પક્ષના આગેવાનો અને પક્ષના તમામ કાર્યકરોનો હમેશા સાથ સહકાર મળ્યો છે તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો. 
  અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા જીલ્લા પ્રમુખ તરીકે કિશોરભાઈ ચીખલીયાને જવાબદારી સોપવામાં આવી છે જેનાથી જયંતીભાઈ પટેલ નારાજ હતા તેઓએ પત્રકાર પરિષદ યોજી કિશોરભાઈ ચીખલીયાના નામ સામે વિરોધ નોંધાવ્યો હતો તો હવે માત્ર પ્રમુખ પદેથી જ નહિ પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું છે. તો એક વધુ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય મુકેશભાઈ ગામીએ પ્રાથમિક પદેથી કોંગ્રેસમાંથી રાજીનામુ મોકલી આપ્યું છે.

(9:28 pm IST)