Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

સાંજે સી.આર. પાટીલ જામનગરમાં

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૨૫: ભાજપાના પ્રદેશ સી.આર.પાટીલ આજે ગુરૂવારે સાંજે જામનગરની મુલાકાતે આવશે. તેઓ પંચાયતોની ચુંટણી સંબંધે જિલ્લાના પ્રવાસે આવ્યા છે. સાંજે તેઓ ગાંધીનગર રોડ પર આવેલી વિશ્વકર્મા વાડી ખાતે કાર્યકર્તા અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહેશે. જામનગરમાં જોરદાર જીત મેળવવા બદલ તેઓ કાર્યકર્તાઓને પ્રોત્સાહન આપશે. તેઓ લાલપુરનો ચુંટણી પ્રવાસ સંપન્ન કર્યા બાદ સાંજે જામનગર પહોંચશે.

(3:55 pm IST)
  • ટેકો પાછો ખેંચાયો અને બીજી તરફ અપક્ષ ધારાસભ્ય ઉપર આવકવેરાનો જબરજસ્ત દરોડો ચાલુ : હરિયાણાની ભાજપ સરકારને તાજેતરમાં જ ટેકો પાછો ખેંચી લેનાર અપક્ષ ધારાસભ્ય બલરાજ કુંડુના નિવાસસ્થાન સહિતના સ્થળોએ આવકવેરાની જબરજસ્ત મોટી રેડ ચાલુ હોવાનું જાણવા મળે છે. access_time 11:40 am IST

  • ખેડૂત નેતાએ કહ્યું સરકારને રામચંદ્ર બનાવી ગાદીએ બેસાડી હતી પણ રાવણ જેવો વ્યવહાર કરવા લાગી : અમને ખબર છે રાવણની નાભિ ક્યાં છે : રાકેશ ટિકૈતની 40 લાખ ટ્રેકટર સાથે સંસદ ભવન ઘેરાવાના એલાનને ખેડૂત નેતા પુષ્પેન્દ્રસિંહ સમર્થન અપાતા કહ્યું મત જ સરકારની નાભિ છે અને ત્યાં જ વાર કરીશું access_time 1:12 am IST

  • કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે છે ખુશખબરી : કોરોના કાળમાં સરકારે મોંઘવારી ભથ્થું કાપ્યું હતું ત્યારે હવે જાન્યુઆરી 2021થી જૂન 2021 સુધીમાં ડીએમાં વધારો થવાની શકયતા છે :આગામી દિવસોમાં જ નવા વધારા સાથે પગાર મળશે access_time 1:26 am IST