Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

અમરેલી વોર્ડ નં. ૩માં કોંગ્રેસ કાર્યાલયનો પ્રારંભ

અમરેલી : શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અમરેલીના વોર્ડ નંબર ૩ના કોંગ્રેસ પક્ષના ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવેલ હતો. કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર ૩ ના ઉમેદવારો મંજુલાબેન વાદ્યેલા ,જસુબેન બારૈયા, મોહનીશ ગોંડલીયા, અને રામેશ્વર ભાઈ દવેના ચૂંટણી કાર્યાલય બ્રહ્મમેશ્વર મંદિર પાસે, બ્રાહ્મણ સોસાયટી ,અમરેલી નો શુભારંભ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે.રૈયાણી તથા શરદભાઈ ધાનાણી દ્વારા કરવામાં આવેલ હતું.ભાજપ શાસન થી ત્રસ્ત આ વિસ્તારની જનતા પોતાના રોડ રસ્તા, ગટર, પાણી અને સ્ટ્રીટલાઈટ જેવા અસંખ્ય પ્રશ્નોથી ત્રસ્ત હોય ત્યારે કોંગ્રેસના યુવા અને ઉત્સાહી ઉમેદવારોને ચૂંટી કાઢવા થનગની રહી છે. તેમ આગેવાનોએ જણાવ્યું હતું.  આ પ્રસંગે તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષભાઈ ભંડેરી ,જિલ્લા કોંગ્રેસ મહામંત્રી જનકભાઈ પંડ્યા, યુથ કોંગ્રેસના પ્રમુખ પરેશભાઈ ભુવા ,શિક્ષક સેલના ગોહિલ ,વસરા, વિક્રમભાઈ માંજરીયા તથા ઉમેદભાઈ ખાચર,પંકજભાઈ જાની તથા આવિસ્તારના બ્રહ્મ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર -અહેવાલ : અરવિંદ નિર્મળ અમરેલી)

(1:04 pm IST)