Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

વંથલીના ઉમટવાડા ગામે ૮.૫૦ લાખનો દારૂ ઝડપાયો

જુનાગઢ,તા.૨૫ :  શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન હકિકત મળેલ કે, વંથલી તાબેના કોયલી ગામના જાદવ ઉર્ફે લાખો સાંગાભાઇ હુણએ પોતાના મળતીયાઓ સાથે મળીને અંગત ફાયદા સારૂ અને મોટો આર્થિક નફો રળવા માટે પુર્વ આયોજીત કાવતરૂ રચી ગે.કા. રીતે બહારના રાજયમાંથી  વિદેશી દારૂનો જથ્થો વિપુલ માત્રામાં મંગાવેલ છે. અને આ દારૂનના જથ્થાનુ તેઓને વંથલી તાલુકાના ઉમટવાડા ગામની સીમમાં આવેલ સ્કુલની પાછળના ભાગે આવેલ ખાલી તળાવની અંદર આ દારૂના જથ્થાનું કટીંગ કરેલ છે. અને હાલ આ કટીંગ કરેલ કરેલ દારૂના જથ્થાની હેરાફેરી ચાલુ છે. અને આ દારૂ સગવગે કરવાની પેરવીમાં છે. તેવી હકિકત આધારે રેઇડ કરતા ટ્રકમાં તથા ટ્રકની બાજુમાં પડેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ મળી આવતા તમામ મુદામાલ કબ્જે કરી હાજર નહિં આવેલ ઇસમ જાદવ ઉર્ફે લાખો સાંગાભાઇ હુણ રહે. કોયલીવાળા વિરૂધ્ધ વંથલી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ ગુન્હો રજી.કરવામાં આવેલ

કબ્જે કરવામાં આવેલ મુદામાલ : નાઇટ બ્લુ મેટ્રો લીકવીયર ૭૫૦ એમ.એલ.ની પેટી નંગ-૬૭ બોટલ નંગ-૮૦૪ કિ.રૂ.૩,ર૧,૬૦૦/-, મેકડોવેલ્સ નં.૧ સુપીરીયર વ્હિસ્કી ૭૫૦ એમ.એલ. પેટી નંગ-૪૭ બોટલ નંગ-૫૬૪ કિ.રૂ.,૨૫,૬૦૦/-, રોયલ ચેલેન્જ કલાસીક વ્હિસ્કી ૭૫૦ એમ.એલ. પેટી નંગ-૨૦ બોટલ નંગ-૨૪૦ કિ.રૂ.૧,૨૪,૮૦૦/-,  રોયલ સ્ટેગ પ્રીમીયર વ્હિસ્કી ૭૫૦ એમ.એલ. પેટી નંગ-૩૬ બોટલ નંગ-૪૩૨ કિ.રૂ.૧,૭૨,૮૦૦/- તથા ટાટા કંપનીનો ટ્રક રજી.નં GJ-05-HU-5400 કિ.રૂ. ૬,૦૦,૦૦૦/-, આઇસર કંપનીનું ટ્રેકટર રજી.નં,GJ-11-AS-2268 તથા ટ્રોલી રજી નં.GJ-11-TT-6116 કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૧૯,૪૪,૮૦૦ /- છે.

 આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચા.પો.ઇન્સ.  એચ.આઇ,ભાટી તથા પો.સ.ઇ. આર.કે.ગોહિલ તથા ડી.જી.બડવા તથા એ.એસ.આઇ. વિ.એન.બડવા તથા પો.હેડ કોન્સ. યશપાલસિંહ જાડેજા, વિક્રમભાઇ ચાવડા, શબીરખાન બેલીમ, જીતેષ મારૂ, નિકુલ પટેલ તથા પો.કોન્સ. દિપકભાઇ બડવા, ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા, ભરતભાઇ સોનારા, દેવશીભાઇ નંદાણીયા, સાહિલ સમા, દિનેશભાઇ કરંગીયા, ભરતભાઇ ઓડેદરા, ભરતભાઇ સોલંકી, દિવ્યેશકુમાર ડાભી વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(12:51 pm IST)
  • ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં મોટો ઘટાડો આવશે : આગામી પાંચ રાજ્યોની ચૂંટણી પૂર્વે મોદી સરકાર પ્રતિ લીટર ૪ રૂપિયાનો ફ્યુઅલ ટેક્સમાં ઘટાડો કરે તેવી પૂરી સંભાવના હોવાનું ન્યૂઝફર્સ્ટ જણાવે છે. જોકે પેટ્રોલ અને ડીઝલ ને જીએસટીના દાયરામાં ટૂંક સમયમાં લઈ લેવામાં આવે તેવી પણ સંભાવના રહેલી છે. access_time 11:29 am IST

  • દેશમાં ફરીવાર કોરોનાના સતત વધતા કેસ :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16,562 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,63,038 થઇ :એક્ટિવ કેસ 1,53,849 થયા: વધુ 12,203 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,48,759 થયા :વધુ 119 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56, 861 થયા access_time 1:31 am IST

  • ખેડૂત નેતાએ કહ્યું સરકારને રામચંદ્ર બનાવી ગાદીએ બેસાડી હતી પણ રાવણ જેવો વ્યવહાર કરવા લાગી : અમને ખબર છે રાવણની નાભિ ક્યાં છે : રાકેશ ટિકૈતની 40 લાખ ટ્રેકટર સાથે સંસદ ભવન ઘેરાવાના એલાનને ખેડૂત નેતા પુષ્પેન્દ્રસિંહ સમર્થન અપાતા કહ્યું મત જ સરકારની નાભિ છે અને ત્યાં જ વાર કરીશું access_time 1:12 am IST