Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

જૂનાગઢ તાલુકામાં ચૂંટણી સંદર્ભે પોલીસ વડા રવી તેજા વાસમ શેટ્ટી દ્વારા સંવેદનશીલ ગામોની વિઝીટ

જૂનાગઢ : જિલ્લા પોલીસ વડા   રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ તાલુકાના ગલિયાવડ, માખીયાળા, વડાલ, પલાસવા, પાદરિયા, વિજાપુર, ખડીયા,  ભેસાણ તાલુકાના વિશળ હડમતીયા, ભાટ ગામ, રાણપુર, બીલખા તાલુકાના બીલખા, સેમરાડા, વિસાવદર તાલુકાના વીરપુર, રૂપાવટી સહિતના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ ગામોની વિઝીટ જાતે કરવામાં આવેલ છે. દરેક ગામોની વિઝીટ દરમિયાન હાલની પરિસ્થિતિ જાણી, લાગતા વળગતા થાણા અમલદારોને જરૂરી પગલાં લેવા તથા તકેદારી રાખવા સુચનાઓ પણ આપવામાં આવેલ હતી. આમ, જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી સંદર્ભે જાતે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈને, ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે પૂરતા પગલાઓ લેવા કાર્યવાહી કરવામાં આવેલ છે.

(12:50 pm IST)
  • દેશમાં કોરોનાના સતત વધતા કેસ :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16,886 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,46,432 થઇ :એક્ટિવ કેસ 1,48,691 થયા: વધુ 11,976 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,36,432 થયા :વધુ 141 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56, 742 થયા access_time 1:09 am IST

  • એફિલ ટાવરથી પણ ઊંચા ભારતના ગૌરવની તસ્વીર : રેલમંત્રીએ આપી જાણકારી :જમ્મુ-કાશ્મીરમાં દુનિયાનો સૌથી ઊંચો પુલની કામગીરી અંતિમ તબક્કામાં : રેલવે મંત્રીએ તસ્વીર શેર કરી : કટડા -બનિહાલ વચ્ચે રિયાસીમાં ચિનાબ નદી પર આ પુલનું નિર્માણ access_time 1:20 am IST

  • મહાકૌભાંડી નીરવ મોદીને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે, યુકેની કોર્ટમાં કેસ હાર્યો. ભારતીય એજન્સીઓ માટે મોટી જીત. access_time 4:41 pm IST