Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

કાલથી ગુજરાતી ફિલ્મ 'જસ્ટીસ' રિલીઝ

જામનગરમાં પત્રકાર પરિષદમાં માહિતી અપાઇ

જામનગર : તસ્વીરમાં ફિલ્મનું બેનર તથા પત્રકાર પરિષદમાં માહિતી અપાઇ તે નજરે પડે છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૨૫: લોકડાઉન બાદ ન્યુ નોર્મલમાં હવે સિનેમાગૃહો પણ ૧૦૦% ક્ષમતા સાથે ખુલી ગયા છે. ત્યારે ૨૬ ફેબ્રુઆરીએ રિલીઝ થઇ રહી છે. ગુજરાતી ફિલ્મ જસ્ટિસની પ્રેસકોન્સફન્સ જામનગરમાં માધવ હોલમાં સમય ૪:૦૦ પીએમ રાખેલ છે. આ ફિલ્મની વાર્તામાં સ્ત્રી સશકિતકરણ, મહાત્મા ગાંધીના નારી અંગેના આદર્શો, મોર્ડન યુવતીના સ્વતંત્ર વિચારો અને સામાજિક અસરો, તેમજ આદર્શ ન્યાય વ્યવસ્થા જેવા વિષયને સુંદર રીતે સાંકળી લેવામાં આવ્યા છે.

ફિલ્મનું નિર્માણ એસ૯ ફિલ્મસના બેનર હેઠળ કપિલ નથવાણી (રાજકોટ)ના નિર્દેશનમાં થયું છે અને આ ફિલ્મમાં સહ નિર્માતા જીગ્નેશ રાદડીયા છે. એમનું માનવું છે કે આગામી સમયમાં કોઇ પણ સ્ત્રી ભયમુકત થઇને સમાજમાં પોતાનું જીવન જીવી શકે અને પોતાના ગમતા ક્ષેત્રમાં કામ કરી શકે એવા સમાજની સ્થાપના માટે આ ફિલ્મ લોકોને વિચારવા પ્રેરશે. ફિલ્મની વાર્તામાં બે બહેનોના પ્રેમ, રાજકીય કનેકશનના લાભ -ગેરલાભ, અને ન્યાયતંત્રની સમાજ પર થતી અસરોને પણ બખૂબી દર્શાવવામાં આવી છે.

આ ફિલ્મમાં જાણીતા કલાકારો ગ્રીવા કંસારા, ગોકુલ બારૈયા, ચેતન દૈયા, જીતેન્દ્ર ઠક્કર, વંદના સરવૈયા, યામિની જોશી, ચેતન દોશી, વિધી શાહ, ઉર્વિ ગોર તેમજ માધવી ઝવેરી અને જીતુ પંડ્યા પ્રેક્ષકોને જોવા મળશે. ફિલ્મનું સંગીત મૌલિક મહેતા દ્વારા તૈયાર થયું છે. જ્યારે બેકગ્રાઉન્ડ સ્કોર સુનીલ પટ્ટણી (તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા) દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

રાજકોટ પણ ફિલ્મ નિર્માણ ક્ષેત્રે ધીરે ધીરે પગભર થઇ રહ્યું છે એ આનંદની વાત છે અને ખાસ તો કોરોનાકાળમાં મનોરંજન ક્ષેત્રે કામ કરતા નાના કલાકારોએ પુષ્કળ કપરી આર્થિક મુશ્કેલી અનુભવી હતી ત્યારે ગુજરાતી પ્રેક્ષકો પ્રાદેશિક ફિલ્મોને સુપેરે સ્વિકારેએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ટકાવવા ખૂબ જરૂરી છે.

ગઇ કાલે જામનગર ખાતે પ્રેસ કોન્ફરન્સમાં ઉપરોકત માહિતી કપીલ નથવાણીએ આપેલ હતી.

(12:49 pm IST)
  • પ્રયાગરાજમાં પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓને પોલીસે દોડાવી -દોડાવીને માર્યા : ધરણા સ્થળ છાવણીમાં તબદીલ :એકાદ ડઝન છાત્રોની અટકાયત :નોકરીની માંગ કરતા વિદ્યાર્થીઓને પોલીસે માર્યા :ખાલી પડેલા સેંકડો પદોપર ભરતીની માંગ સાથે વિધાર્થીઓ રસ્તા પર ઉતર્યા access_time 12:37 am IST

  • મહાકૌભાંડી નીરવ મોદીને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે, યુકેની કોર્ટમાં કેસ હાર્યો. ભારતીય એજન્સીઓ માટે મોટી જીત. access_time 4:41 pm IST

  • ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીનું પ્રત્યાર્પણ થશે કે નહીં : લંડન કોર્ટ આપશે ચુકાદો :લંડનની વેડ્સવર્થ જેલમાં બંધ નીરવ મોદી પંજાબ નેશનલ બેન્કના 12 હજાર કરોડના કૌભાંડનો આરોપી : લંડનના વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ સમક્ષ જેલથી વિડિઓ કોલિંગ મારફત સુનવણી થશે access_time 12:32 am IST