Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શાળાઓમાં ધો.૬ થી ૮માં ૬૬ ટકા વિદ્યાર્થીઓ હાજર

માધ્યમિક ધો.૯ થી ૧૨માં ૭૧ ટકા પ્રત્યક્ષ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૨૫ : જૂનાગઢ જિલ્લામાં પ્રાથમિકથી લઇ માધ્યમિક અને ઉચ્ચમાધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ થઇ રહ્યુ છે.

જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયએ જણાવ્યુ હતુ કે, કોરોનાનુ સંક્રમણ ઘટતા રાજય સરકાર દ્વારા કોવીડના નિયમોનું પાલન કરી શાળાઓ શરૂ કરવા કરેલ આદેશના પગલે ગત તા.૧૮ ફેબ્રુઆરીને ગુરૂવારથી ધો.૬ થી ૮ના વર્ગો શરૂ કરવામાં આવતા સતત છઠ્ઠા દિવસે વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ શિક્ષણમાં જોડાય રહ્યા છે.

વધુમાં જણાવ્યુ હતુ કે, ગઇકાલે તા. ૨૩ના રોજ ધો.૬ થી ૮માં પ્રત્યક્ષ શિક્ષણ મેળવવા ૩૮૮૭૯ વિદ્યાર્થીઓ શાળામાં હાજર રહ્યા હતા અને ૬૫.૭૮ ટકા હાજરી નોંધાઇ હતી તેમજ ધો.૯ થી ૧૨માં પ્રત્યક્ષ શિક્ષણ મેળવવા ૪૯૬૭૩ વિદ્યાર્થીઓ હાજર હતા અને ૭૦.૯૩ ટકા હાજરી નોંધાયેલ હતી. આમ કુલ ધો.૬ થી ૧૨ સુધીમાં ૮૮૫૫૨ વિદ્યાર્થીઓ શાળામાં હાજર રહી પ્રત્યક્ષ શિક્ષણ મેળવ્યુ હતુ અને ધીમે ધીમે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ થઇ રહ્યુ છે.

(12:46 pm IST)