Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

''યુવા બચાવો દેશ બચાવો''ના સુત્ર સાથે અમદાવાદ આર.એમ. રનર્સ ગ્રુપના ત્રણ યુવાનો રનર્સ કરીને અમદાવાદથી વિરપુર પહોંચ્યા

૨૦૨૨માં સમગ્ર ભારતમાં ૧૫૦૦૦ હજાર કિલોમીટરની દોડ કરવાનું મિશન

(કિશન મોરબીયા દ્વારા) વીરપુર જલારામ,તા.૨૫ : સ્વામી વિવેકાનંદજીના વિચારોને આગળ વધારતા અમદાવાદ આર.એમ રનર્સ ગ્રુપના ત્રણ યુવાનો લોકેશ શર્મા,રૂપેશ મકવાણા તેમજ પાર્થ પટેલ રનર્સ કરીને વિરપુર પહોંચ્યા હતા, સુખદેવ,રાજ્યગુરુ,ભગતસિંહ આ ત્રણેય વીર યોદ્ધાના બલિદાનને વ્યર્થ ન જવા દેવા માટે ગુજરાત ભરમાં એક હજાર કિલોમીટરની દોડ કરીને ભારત દેશના દરેક યુવાનોને મજબૂત તેમજ ભારત દેશને વિશ્વસતા ઉપર લાવવા માટેના એક નાનકડા પ્રયાસ તેમજ આજના યુવાનોને અજના યુગના ચાર રાક્ષસો જેવાકે વ્યસન,મોબાઈલનો દૂર ઉપયોગ, ડિપ્રેસન તેમજ નાની ઉંમરમાં પ્રેમ સંબધ આ ચાર રાક્ષસો સામે લડવા માટે યોગા મેડિટેશન, સ્પોર્ટ્સ, પુસ્તકો થકી દેશના યુવાનોને સંદેશો આપી સંકલ્પ લેવડાવવાની નેમ સાથે અમદાવાદ આર.એમ રનર્સ ગ્રુપના આ ત્રણેય યુવાનો ગુજરાતભરની દોડ લગાવવા નીકળી પડ્યા હતા જે આજે યાત્રાધામ વિરપુર પહોંચ્યા હતા.

આર.એમ રનર્સ ગ્રુપના રૂપેસ મકવાણાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં તેઓ આર.એમ રનર્સ ગ્રુપ હેઠળ આર્મી, નેવી, પોલીસ તેમજ સ્પોર્ટ્સ માં જે યુવાનોને કેરિયર બનાવવું છે તેમને તેઓ ફ્રી (નિઃશુલ્ક) ઓફ કોષ ટ્રેનિંગ આપે છે તેમજ ગયા વર્ષે યુવા બચાવો દેશ બચાવોના અભિયાન અંતર્ગત અમદાવાદ થી દિલ્હી સુધીની પણ દોડ લગાવી હતી તેમજ ગયા માસમાં રાજસ્થાનમાં પણ આ રીતે દોડ લગાવી યુવાનોને સંદેશો આપ્યો હતો તેમજ ૨૦૨૨માં તેઓ પુરા ભારત દેશમાં એટલે કે ૧૫૦૦૦ હજાર કિલોમીટર જેટલી દોડ લગાવીને યુવાનોને સંદેશો આપશે અને યુવા બચાવો દેશ બચાવોના અભિયાનને સફળ બનાવશે.

(12:42 pm IST)