Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

પોરબંદર સામાકાંઠા વિસ્તારના આરોગ્ય શિક્ષણ સહિત પ્રાથમિક સુવિધાના પ્રશ્ને માનવ અધિકાર પંચમાં રજૂઆત

(સ્મિત પારેખ દ્વારા) પોરબંદર તા.રપ : સામાકાંઠે સુભાષનગરના શિક્ષણ આરોગ્ય તથા માછીમારો માટે અન્ય પ્રાથમિક સુવિધાના પ્રશ્ને ન્યાય આપવા માનવ અધિકાર પંચને રજૂઆત કરીને ન્યાય આપવા માંગણી સુભાષનગર અને નવીબંદરના ખારવા સમાજના આગેવાનોએ રજૂઆત કરી છે.

નગરપાલીકા હદ વિસ્તારમાં આવેલ સામાકાંઠે રહેતા નાગરીકોને શરૂઆતમાં જૂના બંદર જેટ્ટી અસ્માવતી ઘાટથી સુભાષનગર ખાતે સામાકાંઠે આવવા જતા માટે અસ્માવતી ઘાટ સામાકાંઠે યાને સુભાષનગર આવન જાવન માટે હાલતી ખાડી યાને અસ્માવતી નદીના તળના પાણીમાં હોડી ચલાવી આવન જાવન કરાતી અને સમયમર્યાદા બાંધેલ હતી. વહેલી સવાર સુર્યોદયથી સુર્યાસ્ત સુધીની હતી. જે પોરબંદરના રાજવી દ્વારા કરાયેલ. સંચાલન પોટ કચેરી વર્તમાન જીએમબી દ્વારા કરવામાં આવતુ જેથી મર્યાદીત સંખ્યાની વસાહત હતી. પરંતુ સુભાષનગર વણાંકબારા વિસ્તાર ડ્રાયડોક બારમારી ફીશરીઝબંદર કાર્યરત થતા માલ પરિવહનની સવલત મળી રહે બંદરીય જળ વહેવાર વ્યપાર ઉદ્યોગથી વિકસતો બનતા પાકા ડામર ખાડા અસ્માવતી નદીનો અમુક ભાગ બુરાણ કરી કિનારાપરના ખરાબા ખડબચડા રોડને સમથળ કરી પાકા રસ્તો બંધના વસાહતમાં વસ્તી ગીચ થયેલ છે. સુભાષનગર નવી બંદર ખારવા સમાજ પુર્વ ઉપવાણોટ હરિશભાઇ શામજીભાઇ તુંબડીયા તથા સમસ્ત નવીબંદરના ખારવા સમાજ પુર્વ વણોટ પ્રમુખ ટ્રસ્ટી પ્રાગજીભાઇ તુંબડીયાએ એક સંયુકત માંગણી કરતી અરજી માનવ અધિકાર પંચને કરી તે અરજીમાં સામાવાળા તરીકે ચીફ ઓફીસર, વહીવટદાર ત્યારબાદ નગરપાલીકા શાસનમાં ચુંટણી પરિણામ બાદ પદ ઉપર પદાધિકારી જવાબદાર પ્રમુખ તેમજ સરકાર વતી જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા આરોગ્ય અધિકારી તથા સચિવ આરોગ્ય વિભાગ સચિવાલય ગાંધીનગરની સામે માનવઅધિકાર તથા ભારતના બંધરણમાં દર્શાવેલ મુજબ નાગરીક હકકોના અધિકારોો રજૂઆત લેખીતમાં કરેલ છે.

આ રજુઆતમાં જણાવેલ કે, સુભાષનગરમાં અસુવિધા હોય અને ફરીયાદ કરવા છતા ધ્યાનમાં આપવામાં આવતુ નથી. જેથી બંધારણીય અને માનવ અધિકારીની મળવાપાત્ર હકકો અસુવિધાઓ હોય તેને દૂર કરવા સુવિધા અપાવવા માંગણી છે.

સુભાષનગર પોરબંદર નગરપાલીકાનો જૂનો વોર્ડનં.૧ નવા મુજબ વોર્ડનં. ૯માં સમાવેશ કરેલ છે. આ વિસ્તારના નાગરીક મોટેભાગે સાગરખેડુ હોય મોટાભાગે દરિયામાં મચ્છીમારી કરે છે અને અલ્પઅક્ષર જ્ઞાન ધરાવતા હોય કુટુંબના ભરતપોષણ કરવા રોજીરોટી મેળવવા ખાતર અરબીસમુદ્રમાં રહેવુ પડતુ હોય મોટાભાગ અરબીસમુદ્રમાં રહે છે.

સુભાષનગર વણાંકબારાને જે સુવિધા મળી તેમાથી અદ્રશ્ય થઇ ગયેલ છે અથવા નહીવત રહી છે. સુભાષનગર પ્રાથમિક સ્કુલનુ રીનોવેશન કરવાની જરૂરત છે અને જે સંબંધે પોરબંદર ન.પા. જીલ્લા વિકાસ અધિકારીની ફરજમાં આવતુ હોવા છતા દુર્લભ સેવાય છે બે શિફટમાં આશરે ૬૦૦ થી ૭૦૦ છસોથી સાતસો, વિદ્યાર્થી ધો૧  થી ૮ સુધી અભ્યાસ કરે છે અને શાળા ખંઢેર બની ગયેલ છે બનતી જાય છે આ શાળામાં શિક્ષણ લેતા કુમળી વયના વિદ્યાર્થી - વિદ્યાર્થીની જીંદગી પુર્ણ થઇ જાય તે કહી શકાય તેમ નથી. સામાવાળાઓ રજૂઆત કરવા છતા પુરતુ ધ્યાન આપતા નથી. તેની બાજુમાં બાલમંદિર આવેલ છે તેમા કુમળીવયના બાળકો લાભ લેવા આવતા હોય અને શિક્ષણ મેળવતા હોય તે પણ ખંઢેર બની ગયેલ છે. ૧૦૦ અંકમાંથી ૧૫૦  જેટલા કુમળી વયના બાળકો પોતાનુ શૈક્ષણિક શેસનથી ભાવિ ઘડતર કરતા હોય કે કરવામા આવતુ હોય તેને પણ રીપેરીંગ કરાવી પુનઃશરૂ કરવા માટે દરકાર કરતા નથી વર્તમાન હૈયાત બાંધકામ અતિ ખરાબ હાલતમાં છે.

સુભાષનગર વણાંકબારા વચ્ચેની વસાહતમાં આરોગ્ય સેવાની પણ સગવડતા નથી અને આરોગ્યકેન્દ્ર ખોલવાની જરૂર હોવા છતા આરોગ્ય કેન્દ્ર ખોલી કાર્યરત કરેલ નથી. પોરબંદર પુર્વ ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા જીપીસીસી પુર્વપ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયાના સક્રિય પ્રયાસથી આરોગ્ય માટે મોબાઇલ દવાખાનાની સેવા ઉપલબ્ધ કરાવેલ અને તે પણ બંધ કરી દેવામાં આવેલ છે. રાજકીય દખલગીરીથી આ સેવા બંધ કરી દેવામાં આવેલ છે. આરોગ્યકેન્દ્ર અને મોબાઇલ સેવા ઉપલબ્ધ ન હોય બંધ હોય તો વિકલ્પ તરીકે કાયમી ધોરણે સ્થાયી એમ્બ્યુલન્સ સેવા મળી તેવી અરજદારોએ જાહેર હિતાથે સમક્ષ યોગ્ય કરવા રજૂઆત કરેલ છે. ન્યાય માંગેલ છે.

સુભાષનગર અંતિમયાત્રાધામ હિન્દુ સ્મશાનભુમિ જે ન.પા. સંચાલીત છે આ સ્મશાનભુમીમાં પણ સુધારા વધારા (રીનોવેશન) કરવા ડાઘુઓને ન્હાવા મુશ્કેલી છે. રાત્રીના સમયે લાઇટની સુવિધા સ્મશાનમાં નથી. રસ્તા પણ પાકા નથી અસ્થિ વિસર્જન માટે કોઇપણ જાતની વ્યવસ્થા નથી જેના કારણે ઘણીવાર ડાઘુઓ નનામી સહિત પડી જતા હોય છે અસ્થિ ભંગ થાય અને લાંબો સમય સુધી  સારવાર લેવી પડે પાકુ ગોડાઉન પણ નથી નગરપાલીકા દ્વારા માત્ર સરપણ આપવામાં આવે છે. તે ખુલ્લામાં રાખેલ હોય ત્વરીત સુકાતા ન હોય જેથી સુભાષનગર વણાંક બારાથી પોરબંદર શહેરના અરબી સમુદ્ર કિનારે આવેલ ઇન્દ્રેશ્વર મહાદેવ સ્મશાન ભુમિમાં અગ્નિસંસ્કાર માટે લઇ જવામાં આવે તો આઠ કિમી ફરીને જવુ પડે અથવા અસ્માવતી નદી યાને ખાડીનુ તળ ઉતરીને જવુ કપરૂ છે તેમ રજૂઆતમાં જણાવેલ છે.

(12:42 pm IST)