Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

વાંકાનેર - માળિયા હાઇવે સીકસલેન બનાવવા રજૂઆત

મોરબી : મોરબીના યુવા અગ્રણી મેહુલ ગાંભવાએ કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે મોરબી જીલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવેની હાલત ખરાબ છે વાંકાનેરથી માળિયા સુધીનો હાઈવે અસરગ્રસ્ત છે જેથી ટ્રાફિક સમસ્યા સર્જાતી રહે છે જેથી હાઈવે છ લેન કરવામાં આવે તે જરૂરી છે ઉપરાંત મહેન્દ્રનગર ચોકડીથી હળવદ સુધીનો રોડ પર ટ્રાફિક સમસ્યા રહે છે મોરબીથી અમદાવાદ જતા વાહનોને ભારે હાલાકી સહન કરવી પડે છે જેથી આ હાઈવે ૪ લેન બનાવવામાં આવે તેવી માંગ કરી છે. સાથે જ નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર ખાડા જોવા મળે છે સાથે જ પાણીનો નિકાલ થતો ના હોય પાણી ભરાવો થવાથી રસ્તા તૂટી જાય છે જેથી ડ્રેનેજ લાઈન યોગ્ય સફાઈ અને સર્વિસ રોડ રીપેરીંગ કરાય તેવી માંગ કરી છે.રજૂઆત કરવામાં આવી તે તસ્વીર.

(11:40 am IST)