Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

ગોંડલ તથા જેતપુર નગરપાલિકાની ચૂંટણી માટે આર.ઓ. અને એ.આર.ઓ. નિયુકત

રાજકોટ, તા. ૨૫: તા. ૨૮મી ફેબ્રુઆરીના રોજ ગોંડલ નગરપાલિકાની સામાન્ય ચુંટણી શાંતીપૂર્ણ અને સુચારૂ રૂપે સંપન્ન થાય  તે માટે આર.ઓ. અને એ.આર.ઓ.ની નિયુકતી કરાઇ છે.

ગોંડલ નગરપાલિકાની તા. ૨૮મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર કુલ ૧૧ વોર્ડની સામાન્ય ચુંટણી માટે વોર્ડનં- ૧ થી ૬ માટે આર.ઓ.  શ્રી આર.જી.આલ, પ્રાંત અધિકારીશ્રી ગોંડલ (મો.  ૮૭૮૦૭ ૩૩૭૦૭) તથા એ.આર.ઓ. વેચાણ વેરા અધિકારીશ્રી કે.એમ.પાંડવ (મો. ૯૭૨૭૫ ૪૮૨૮૧), જયારે વોર્ડનં-૭ થી ૧૧ માટે આર.ઓ. નાયબ કલેકટર મધ્યાહન ભોજન યોજના રાજકોટ શ્રી ડી.એમ.ગોહિલ (મો.૭૫૬૭૦ ૨૧૬૮૨, ૯૯૨૫૨૨૪૬૪૬) તથા એ.આર.ઓ. મામલતદાર ગોંડલ(શહેર) શ્રી વી.કે.નકુમ(મો.૭૫૬૭૦ ૦૫૬૩૩) નિયુકત કરાયેલ છે.

તેજ રીતે જેતપુર નગરપાલિકાની પેટાચુંટણી માટે આર.ઓ. શ્રીવી.બી. માંડલીયા(મો. ૯૮૭૯૨ ૫૦૬૪૦) જિલ્લા આંકડા અધિકારીશ્રી, રાજકોટ તથા એ.આર.ઓ. તરીકે શ્રી વિે.એમ.કારીયા (મો. ૭૫૯૪૮ ૧૦૯૮૮) મામલતદારશ્રી, જેતપુર (શહેર)ને નિયુકત કરવામાં આવ્યા છે.

(11:39 am IST)
  • શેરબજારમાં ટનાટન તેજીઃ નીફટી ૧પ૧પ૦ ઉપર : સેન્સેકસ પ૧રપ૦ ઉપર : શેર બજારમાં તેજીનો માહોલ ર.૩૦ કલાકે સેન્સેકસ ૪૮૮ પોઇન્ટ વધીને પ૧ર૭૦ અને નીફટી ૧૭પ પોઇન્ટ વધીને ૧પ૧પ૭ ઉપર ટ્રેડ કરે છે રિલાયન્સ ૪ ટકા ઉંચકાયો access_time 12:42 pm IST

  • કેરળ સરકારનો મોટો નિર્ણય : સબરીમાલા અને સીએએ વિરોધી સામેના કેસ પાછા ખેચશે : કોંગ્રેસ નેતૃત્વ વાળા યુડીએફએ સરકારના આ નિર્ણયને આવકાર્યો : જયારે ભાજપે ભગવાન અયપ્પાના ભક્તો વિરુદ્ધ કેસ દાખલ કરવા બદલ મુખ્યમંત્રી પાસે માફીની માંગ કરી access_time 12:40 am IST

  • પૂર્વ જસ્ટિસ માર્કંડેય કાત્જુએ ભાજપ સરકારની હિટલર સાથે સરખામણી કરી હતી : 2016 ની સાલમાં કરાયેલી આ સરખામણી યોગ્ય જણાઈ નથી : ભારતમાં ન્યાયતંત્રની સ્વતંત્રતા ઉપર તરાપ હોવાના કોઈ પુરાવા નથી : નીરવ મોદીના પ્રત્યાર્પણને મંજૂરી આપતી વખતે યુ.કે.કોર્ટની ટકોર access_time 8:49 pm IST