Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

ગોંડલ માર્કેટિંગ યાર્ડનું કદ વધારવા ૧૪ વીઘા વધુ જમીનની ખરીદી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા ) ગોંડલ,તા.૨૫: સૌરાષ્ટ્રના અગ્રણી ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વર્ષ દરમિયાન સતત વિવિધ જણસીઓની આવક થઈ રહી હોય જેની સામે વિશાળ માર્કેટિંગ યાર્ડ પણ ટૂંકુ પડી રહ્યું હોય તેનું કદ વધારવા યાર્ડ તંત્ર દ્વારા નજીકની જ આશરે રૂપિયા ૧૪ કરોડની ૧૪ વીઘા જમીન ખરીદ કરવામાં આવી છે બુધવારે વ્યાપક પ્રમાણમાં ડુંગળીની આવક થતા નવી જગ્યામાં શ્રી ગણેશ કરાયા હતા.

નવી ખરીદી કરાયેલ જગ્યામાં ડુંગળી ઉતારવાની વ્યવસ્થા કરવા માલ ઉતારવા માટેની વ્યવસ્થા માટે જમીનનું લેવલીંગ તથા લાઇટ વ્યવસ્થા વગેરે કામગીરીનું બજાર સમિતિના ચેરમેન ગોપાલભાઇ શિંગાળા વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા ડીરેકટર મગનભાઇ ઘોણીયા, પ્રફુલભાઇ ટોળીયા, કુરજીભાઇ ભાલાળા, કચરાભાઇ વૈષ્ણવ, રમેશભાઇ સાવલીયા દ્વારા સ્થળ મુલાકાત કરાઈ હતી અને આગામી દીવસોમાં વધુમા વધુ ખેડુતોનો માલ યાર્ડમાં આવી શકે તેવું આયોજન કરવા યાર્ડ તંત્રને સૂચિત કરાયું હતું.

(11:39 am IST)