Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

વેરાવળ-બાંદ્રા ટ્રેનનું ગોંડલ ખાતે ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ભવ્ય સ્વાગત

(અશોક જોશી દ્વારા) ગોંડલ, તા.૨૫: ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ ગોંડલ ના અથાગ પ્રયત્નો થકી વેરાવળ-બાંદ્રા ટ્રેનનું ગોંડલ ખાતે પ્રથમ વખત રોકાણ થયું જેમાં ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ ગોપાલભાઈ ટોળીયા, ઉપપ્રમુખ વિનુભાઈ વસાણી, મહામંત્રી નલિનભાઈ જડિયા એ સતત કેન્દ્ર તથા રેલવે મંત્રાલય સાથે પત્રવ્યવહાર કરી એમના સતત પ્રયત્નો થકી ગોંડલની જનતા ને આ મોટી ભેટ આપી છે.

વેરાવળ-બાંદ્રા ટ્રેન ને ગોંડલ રેલવે સ્ટેશને આવકારવાના આ પ્રસંગે સર્વે પેસેન્જરો તથા રેલવે સ્ટેશનના સ્ટાફ તથા ઉપસ્થીત સુજ્ઞજનોનું પેંડા ખવડાવી મોં મીઠું કરાવ્યુ તથા નાની બજાર સ્વામિનારાયણ મંદિરના મહંત આનંદસ્વરૂપ સ્વામીજી દ્વારા ટ્રેનને હારતોરા કરી આશીર્વાદ અર્પણ કરવામાં આવ્યા.

આ પ્રસંગે ગોંડલ રેલવે સ્ટેશન ના સ્ટેશનમાસ્ટર સહિતના રેલવે સ્ટેશનના કર્મચારીઓ ઉપરાંત ગોપાલભાઈ ટોળીયા, વિનુભાઈ વસાણી, નલિનભાઈ જડિયા, જયકરભાઈ જીવરાજાની, હિતેશભાઈ રાવલ, મયુરભાઈ મહેતા, એડવોકેટ રવિરાજભાઈ ઠકરાર, રસિકભાઈ રાજપરા, વોરા સમાજના પ્રમુખ મોઇઝભાઈ, ખજાનચી આબેદીનભાઈ હીરાણી સહિતના સુજ્ઞજનો ઉપસ્થિત રહયા હતા.

(11:38 am IST)