Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

વડિયા ના ગ્રામીણ વિસ્તારમાં સભાઓ ગજવતા પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડ

ભાજપ દ્વારા વડિયા સીટ પર બુલેટ ટ્રેનની ગતિએ પ્રચાર કાર્ય : કોંગ્રેસ દ્વારા હજુ એક પણ સભા કરવામાં આવી નથી

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા, તા. રપ :  સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમા ઉમેદવારની સ્થિતિ સ્પષ્ટ થતા રાજકીય પાર્ટીઓ પોતાના નેતાઓ દ્વવારા ચૂંટણી પ્રચાર થી મતદારો ને રીજવવા ના પ્રયાસો કરતા હોય છે. ત્યારે અમરેલી જિલ્લા ની હોટસ્પોટ સીટ બનેલી વડિયા જિલ્લા પંચાયત પૂર્વ મંત્રી બાવકુ ઉંધાડ અને વર્તમાન વિરોધ પક્ષ ના નેતા પરેશ ધાનાણી માટે પ્રતિષ્ઠા સમાન ગણવામાં આવે છે.

ત્યારે પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉંઘાડ દ્વારા  ભારતીય જનતા પાર્ટી ના જિલ્લા પંચાયત ના ઉમેદવાર વિપુલ રાંક અને તાલુકા પંચાયતના સદસ્યો ના સમર્થન મા ગામડે ગામડે સભાઓ ગજવવા મા આવી રહી છે. ભાજપ  આ વિસ્તાર ચૂંટણી પ્રચાર મા બુલેટ ટ્રેનની ગતિએ પ્રચાર મા ઉતરી છે  જયારે કોંગ્રેસ દ્વવારા હજુ એકપણ સભા યોજવામાં આવી નથી. ભાજપ ની સભાઓ મા ગામડાઓ મા જનમેદની પણ મોટા પ્રમાણ મા જોવા મળી રહી છે.

ત્યારે આવનારા દિવસો મા આ હોટસ્પોટ સીટ મા ક્યાં ઉમેદવાર નો વિજય થાય છે તેતો મતદારો ના હાથ મા છે પરંતુ વર્તમાન સમય મા ભાજપ દ્વવારા જોરશોર થી પ્રચાર અભિયાન શરુ કરવામાં આવ્યુ છે. આ પ્રચાર ની કમાન પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડ દ્વવારા સાંભળવામા આવી છે.

(11:35 am IST)