Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

ઉના પાસે નીલ ગાયને બચાવવા જતા કાર પલ્ટી મારી ગઈઃ પાંચને ઈજા

(નિરવ ગઢિયા દ્વારા) ઉના, તા. ૨૫ :. નજીકના ગીરગઢડા-થોરડી રોડ ઉપર નીલ ગાયને બચાવવા જતા કાર પલ્ટી મારી જતા કારમાં બેઠેલા ૫ વ્યકિતઓને સામાન્ય ઈજા થઈ હતી.  ગીરગઢડા, ભાખા, થોરડી રોડ ઉપર રસ્તામાં આડે નીલ ગાય ઉતરતા તે સમયે આવી રહેલ કારના ચાલકે સ્ટીયરીંગ ઉપર કાબુ ગુમાવતા કાર પલ્ટી મારી ગઈ હતી અને કારમાં બેઠેલા પાંચ વ્યકિતઓને ઈજા થતા સારવાર માટે નજીકની હોસ્પીટલે ખસેડાયેલ છે.

(11:03 am IST)
  • દેશના ફાઈનાન્સ સેક્રેટરી પદ માટે ગુજરાતના આઇએએસ ઓફિસર ફ્રન્ટ રનર દેશના નવા નાણા સચિવના પદ ઉપર ટૂંક સમયમાં ગુજરાત કેડરના સિનિયર આઇએએસ ઓફિસર આવી રહ્નાનું જાણવા મળે છે. સત્તાવાર સમર્થનની રાહ જોવાઇ રહી છે. (ન્યુઝફર્સ્ટ) access_time 11:44 am IST

  • મહાકૌભાંડી નીરવ મોદીને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે, યુકેની કોર્ટમાં કેસ હાર્યો. ભારતીય એજન્સીઓ માટે મોટી જીત. access_time 4:41 pm IST

  • ખેડૂત નેતાએ કહ્યું સરકારને રામચંદ્ર બનાવી ગાદીએ બેસાડી હતી પણ રાવણ જેવો વ્યવહાર કરવા લાગી : અમને ખબર છે રાવણની નાભિ ક્યાં છે : રાકેશ ટિકૈતની 40 લાખ ટ્રેકટર સાથે સંસદ ભવન ઘેરાવાના એલાનને ખેડૂત નેતા પુષ્પેન્દ્રસિંહ સમર્થન અપાતા કહ્યું મત જ સરકારની નાભિ છે અને ત્યાં જ વાર કરીશું access_time 1:12 am IST