Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

કચ્છના ભચાઉ નજીક ભૂકંપનો આંચકો: છેલ્લા 5 દિવસમાં ભૂકંપના 11 આંચકા અનુભવાયા

વહેલી સવારે આવેલા ભૂકંપને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા

કચ્છમાં હજુ પણ ભૂકંપના આંચકા ચાલુ છે. આજે સવારે 6.7 વાગ્યાનીઆસપાસ ફરી એક વાર કચ્છની ધારા ધ્રુજી ઉઠી હતી. સવારે 6.7 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવયો હતો. કચ્છના ભચાઉ પાસે ધારા ધ્રુજી ઉઠી હતી.

 રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2 જેટલી નોધાઇ છે. છેલ્લા 5 દિવસમાં ભૂકંપના 11 આંચકા નોધાયા છે. ભૂસ્તર શાસ્ત્રી નીતિમ કચ્છના ભૂકંપ અંગે બારીકાઈથી નોધ લઇ રહી છે. અને તે અંગે સંશોધન પણ ચાલુ છે.

વહેલી સવારે આવેલા ભૂકંપને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે આ આંચકાથી જાનમાલને નુકશાનના કોઈ સમાચાર નથી.

(9:53 am IST)
  • હવે શિવરાજસિંહ ચૌહાણે પણ આપી ચેતવણી : કહ્યું કોરોના સંકટ ટળ્યું નથી : સુરક્ષાના ઉપાયો અપનાવો નહીંતર લોકોડાઉન જેવા પગલાં લેવા પડશે :મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ ફેલાતું અટકવવા લોકોને સહયોગ આપવા અને સાવધાની રાખવા અપીલ કરી access_time 1:10 am IST

  • શેરબજારમાં ટનાટન તેજીઃ નીફટી ૧પ૧પ૦ ઉપર : સેન્સેકસ પ૧રપ૦ ઉપર : શેર બજારમાં તેજીનો માહોલ ર.૩૦ કલાકે સેન્સેકસ ૪૮૮ પોઇન્ટ વધીને પ૧ર૭૦ અને નીફટી ૧૭પ પોઇન્ટ વધીને ૧પ૧પ૭ ઉપર ટ્રેડ કરે છે રિલાયન્સ ૪ ટકા ઉંચકાયો access_time 12:42 pm IST

  • ટેકો પાછો ખેંચાયો અને બીજી તરફ અપક્ષ ધારાસભ્ય ઉપર આવકવેરાનો જબરજસ્ત દરોડો ચાલુ : હરિયાણાની ભાજપ સરકારને તાજેતરમાં જ ટેકો પાછો ખેંચી લેનાર અપક્ષ ધારાસભ્ય બલરાજ કુંડુના નિવાસસ્થાન સહિતના સ્થળોએ આવકવેરાની જબરજસ્ત મોટી રેડ ચાલુ હોવાનું જાણવા મળે છે. access_time 11:40 am IST