Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

કચ્છના લક્ષ્મીબેન મોટાને શ્રેષ્ઠ મહિલા ડેરી ફાર્મર - પશ્ચિમ ઝોનનો રીપોર્ટ

રાજકોટ : ઈન્ડિયન ડેરી એસોસીએશન દ્વારા ૨૦૧૯ના વર્ષનો દેશના 'શ્રેષ્ઠ મહિલા ડેરી ફાર્મર - પશ્ચિમ ઝોન'નો પ્રતિષ્ઠિત એવોર્ડ માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની લીમીટેડના દૂધ ઉત્પાદક સદસ્ય કચ્છ જીલ્લાના લક્ષ્મીબેન મોટાને આપવામાં આવ્યો છે. તાજેતરમાં જયપુર ખાતે યોજાયેલી ડેરી એસોસીએશનની ૪૮મી કોન્ફરન્સમાં ભારતીય ડેરી એસોસીએશન દ્વારા જુદી - જુદી કેટેગરીમાં એવોર્ડ જાહેર કરી દેવામાં આવ્યા હતા. જેમાં માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની લીમીટેડના દૂધ ઉત્પાદક સદસ્ય શ્રીમતી લક્ષ્મીબેન મોટાને શ્રેષ્ઠ મહિલા ડેરી ફાર્મર તરીકે પસંદ થતા કેન્દ્રના પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગ વિભાગના મંત્રી શ્રી સંજીવ કુમાર અને ડેરી વિભાગના સચિવ શ્રી અતુલ ચતુર્વેદી, એન.ડી.ડી.બી.ના ચેરમેન શ્રી દિલીપ રથ, નેશનલ ડેરી રીસર્ચ ઈન્સ્ટીટ્યુટના ડાયરેકટર ડો. એમ.એસ.ચૌહાણ, ઈન્ડિયન ડેરી એસોસીએશનના પ્રમુખ ડો.જી.એસ. રાજોરીયા, સુખબીરસિંહ માન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ માહી મિલ્ક પ્રોડ્યુસર કંપનીને એગ્રીકલ્ચર ટુડે ગ્રુપ દ્વારા બેસ્ટ કંપની ઈન સોશ્યલ ઈમ્પેકટનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

(3:46 pm IST)