Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

અમરેલી ખાતે હોમગાર્ડ જવાનોનું પ્રમોશન માટે રેન્ક ટેસ્ટ

અમરેલીઃ જિલ્લા હોમગાર્ડઝ દળ, અમરેલી દ્વારા હોમગાર્ડઝ જવાનોના પ્રમોશન (બઢતી) માટે એન.સી.ઓ. રેન્ક ટેસ્ટ-ફેબ્રુઆરી-૨૦૨૦નું આયોજન અમરેલી જિલ્લા મથક ખાતે  કરવામાં આવ્યુ. કુલ ૩૨ માનદ હોમગાર્ડઝ સભ્યોએ ૫રીક્ષા માટે ફોર્મ સબમીટ કરેલ. જિલ્લા પંસદગી સમિતિએ ફોર્મ ચકાસણી અને સ્કેનીંગ બાદ નિયત શૈક્ષણીક તેમજ તાલીમ લગત લાયકાત ધરાવતા ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા.બે અરજી ફોર્મ નામંજૂર થતા ૩૦ ઉમેદવારો ૫રીક્ષામાં બેસવા લાયક ઠરેલ. જે પૈકી ચાર ઉમેદવારો ગેરહાજર રહેતા હાજર ૨૬ ઉમેદવારોની ૫રીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. મેદાની તેમજ લેખિત ૫રીક્ષા માટે ૨૬ સભ્યો હાજર રહેલ..આદ્યુનિક ટેકનોલોજીના ઉ૫યોગ દ્વારા એન.સી.ઓ.રેન્ક ટેસ્ટનું ૫રિણામ ૫ણ જાહેર કરવામાં આવેલ. સદરહું ૫રીક્ષા માટે પસંદગી સમિતિ અઘ્યક્ષ અશોક જોષી-જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ-અમરેલી તથા સભ્ય એસ.એલ.શેખવા (સ્ટાફ ઓફીસર) સબ ઇન્સ્પે.ઇન્સ્ટ્ર. જે.ટી.ખુમાણ તથા સભ્યશ્રી અરવિંદ બારૈયા (કં૫ની કમાન્ડર)નાઓના માર્ગદર્શન નીચે અદ્યિકારી પાદ્યડાળ, જોષી,  પિલુકીયા, સા૫રીયા તથા ત્રિવેદી, અમીતગિરી ગોસ્વામી એ ૫રીક્ષામાં મદદ કરેલ.

(12:51 pm IST)