Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

બાબરામાં તાપડીયાઆશ્રમમાં નૂતનમંદિર નિર્માણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભઃ ૧૦૮ કુંડી યજ્ઞ સહિતના વિવિધ ધાર્મિક મહોત્સવ ત્રણ દિવસ સુધી ઉજવાશેઃ બે કિલોમીટર લાંબી શોભાયાત્રાઃ અમરાપરા ગામના લોકો જોડાયાઃ ભજન ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ

બાબરા, તા.૨૪: તાપડીયા આશ્રમમા તા ૨૪/૨૫/અને ૨૬ ત્રણ દિવસ સુધી ધાર્મિક મહોત્સવનો પ્રારંભ શરૂ થયો છે.

અમરાપરા ગામ થી તાપડીયા આશ્રમ સુધી બે કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળી હતી જેમાં બાબરા અમરાપરા ગામના લોકો તેમજ સૌરાષ્ટ્ર ગુજરાતના વિવિધ મંદિરોના મહંત શ્રી પણ આ શોભાયાત્રા જોડાયા હતા ખાખી સાધુઓ દ્વારા અવનવા તરકબ કર્યા હતા તેમજ હાથી ઘોડા ઉટ તેમજ રાજસ્થાનની મહિલાઓના રાસ પણ આ શોભાયાત્રાનું આકર્ષણ બન્યા હતા ગામની નાનીદીકરીઓ અને મહિલાઓ દ્વારા સામૈયા કરવામાં આવ્યા હતા ઢોલ નગારા બેન્ડ તેમજ ડીજેના તાલે વાજતે ગાજતે શોભાયાત્રા શહેરના રાજમાર્ગોમાં ફરી તાપડીયા આશ્રમે પહોચી હતી.

અહીં તાપડીયા આશ્રમમાં નૂતન મંદિરની સાથે ભગવાન શ્રી રામચંદ્ર દરબાર, શિવપરિવાર, રાધાકૃષ્ણ, લક્ષ્મીનારાયણ સહિતના દેવોની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે બાબરાના અમરાપરા ગામથી સવારે દેવી દેવતાઓ અને સાધુ સંતોની શોભાયાત્રાનું ગામલોકો દ્વારા પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી.

બાબરા અમરાપરા તેમજ સમગ્ર રાજયમાં વસતા તાપડીયા આશ્રમના સેવકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. તાપડીયા આશ્રમ બાબરામાં મંદિર નવ નિર્માણ મ ૧૦૮ કુંડી મહાયજ્ઞ મહોત્સવની સાથે શ્રી રામચંદ્ર પંચાયત, લક્ષ્મીનારાયણ, રાધાકૃષ્ણ, શિવપંચાયત, શ્રી રામાનંદાચાર્યજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે સમગ્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શાસ્ત્રી શ્રી શાંતિલાલ ઠાકર અમરેલી વાળા વિધિવિધાન સાથે સંપન્ન કરાવશે.

તાપડીયા આશ્રમના આ  કાર્યક્રમની તૈયારીઓ પૂજય મહંત શ્રી દ્યનશ્યામદાસબાપુના ની આજ્ઞા અનુસાર સેવક સમુદાય દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

તાપડીયા મહંતશ્રી પૂજય દ્યનશ્યામદાસ બાપુની નિશ્રામાં કાર્યક્રમો યોજાશે. બાવનગજ ધ્વજારોહણ, મૂર્તિનગરયાત્રા અમરાપરા રામજીમંદિરથી નીકળી તાપડીયા આશ્રમે યજ્ઞના સ્થળે પધારેલ. તા ૨૫/૨/ના રોજ યજ્ઞ પ્રારંભ,મૂર્તિ સંસ્કાર,સહિતના કાર્યક્રમો યોજાશે તા ૨૬/૨ના રોજ કુટીરવાસતું,શીખરાભિષેક, મહાપૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

તાપડીયા આશ્રમમાં ત્રણ દિવસ સુધી આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભજન ભોજન અને ભકિતનો અનોખો ત્રિવેણી સંગમ સર્જાશે તેમજ અન્ય ધાર્મિક આયોજન પણ ત્રણ દિવસ યોજાશે જેમાં ભવ્ય ધૂન કરવામાં આવશે રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું બીપીનભાઇ સઠીયા સહિતના સાંજીંદાઓ રાસગરબાની રમઝટ બોલાવેલ. તેમજ તા ૨૫/૨ના રોજ દિવસના ૧૦ કલાકે ધર્મસભા યોજાશે જેમાં સૌરાષ્ટ્ર ગુજરાતના સાધુ સંતો પધારશે અને રાત્રીના ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કચ્છના સુપ્રસિદ્ઘ કલાકાર દેવરાજ ગઢવી ( નાનોડેરો) દ્વારા ભવ્ય સંતવાણી રજૂ કરવામાં આવશે.

બાબરા તાપડીયા આશ્રમમાં આયોજિત ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવમાં સમગ્ર પંથકની જનતાને લાભ લેવા આશ્રમના મહંત શ્રી દ્યનશ્યામદાસબાપુ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

(12:50 pm IST)