Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

માંડવીના શેરડી ગામે બેંન્ટોનાઇટનું ગેરકાયદે ખનન કરતા ત્રણ શખ્સો ઝડપાયા : ૨૧ લાખના વાહનો જપ્ત

ભુજ તા. ૨૫ : પશ્ચિમ કચ્છ એલસીબીએ માંડવીની સીમમાં ચાલતા ગેરકાયદે ખનન સામે સપાટો બોલાવ્યો હતો.  શેરડી ગામે દરોડો પાડીને બેન્ટોનાઈટનું ગેરકાયદે ખનન કરતા ત્રણ શખ્સો જગદીશ દેવા સંઘાર, પ્રભુ કરસન સંઘાર, પ્રવીણ ખીમજી સંઘારને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી ૨૩ ટન બેન્ટોનાઈટ ઉપરાંત ૨૧ લાખની કિંમતના હિટાચી મશીન સહિતના વાહનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

(11:53 am IST)